72 કલાક બાદ બુધ અને શનિ બનાવશે અશુભ યોગ પણ આ રાશિના જાતકો માટે રહેશે શુભ જ શુભ…

જ્યોતિષશાસ્ત્રમાં શનિ દેવને ન્યાયના દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને શનિદેવ દરેક વ્યક્તિને તેમના કર્મ અનુસાર ફળ આપે છે. 72 કલાક બાદ એટલે કે પાંચમી ઓક્ટોબરના આ શનિદેવ ગ્રહોના રાજકુમાર બુધ સાથે મળીને ષડાષ્ટક યોગ બનાવી રહ્યા છે. આ યોગ ત્યારે બને છે ગ્રહ એકબીજાથી છઠ્ઠા કે આઠમા ઘરમાં હોય છે. શનિ અને બુધ આ ષડાષ્ટક યોગ બનાવશે, કેટલીક રાશિના જાતકો માટે આ યોગ ખૂબ જ લાભદાયી રહેશે, આ સમયે આ રાશિના જાતકોની કરિયરમાં પ્રગતિ થશે ધનલાભ થવાના યોગ પણ બની રહ્યા છે.
મળતી માહિતી મુજબ શનિદેવ પાંચમી ઓક્ટોબરના સવારે છ વાગ્યે બુધ સાથે યુતિ કરીને ષડાષ્ટક રાજયોગ બનાવી રહ્યા છે. બુધ હાલમાં તુલા રાશિમાં બિરાજમાન છે અને શનિ દેવ મીન રાશિમાં બિરાજમાન છે. દશેરા બાદ બની રહેલાં આ ષડાષ્ટ યોગને કારણે કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ સારા દિવસો આવશે. જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આ ષડાષ્ટક યોગને અશુભ માનવામાં આવે છે. ચાલો જોઈએ આ અશુભ યોગ કઈ રાશિના જાતકો માટે શુભ રહેશે.
આ પણ વાંચો: આજનું રાશિફળ (02-10-25): દશેરા પર પાંચ રાશિના ઉઘડી જશે ભાગ્ય, થશે લાભ જ લાભ…
મેષ રાશિના જાતકો માટે શનિ અને બુધની યુતિથી બની રહેલા ષડાષ્ટક યોગથી લાભ થઈ રહ્યો છે. જીવનમાં જોવા મળી રહેલો નકારાત્મક સમય પૂરો થશે અને સારો સમય શરૂ થશે. બિનજરૂરી ખર્ચમાં રાહત મળશે. આ સમયે તમે ભવિષ્ય માટે પૈસા બચાવવામાં સફળ રહેશો. શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધી રહેલાં લોકોને પણ આ સમયે સફળતા મળશે.
કર્ક રાશિના જાતકો માટે પણ શનિ અને બુધની યુતિથી બની રહેલાં ષડાષ્ટક યોગ શુભ રહેવાનો છે. આ સમયે પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં પણ તમને રાહત મળી રહ્યો છે. નવી પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે. ઘર-પરિવારમાં લોકો સાથેના સંબંધો સુધરી રહ્યા છે. માનસિક શાંતિનો અહેસાસ થશે.
મીન રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેવાનો છે. આ સમયે વેપાર કરી રહેલાં લોકોને પણ ખૂબ જ લાભ થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે. શારીરિક અને માનસિક દ્રષ્ટિએ પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. જો આ સમયે કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાના હોવ તો ખૂબ જ સમજી વિચારીને આ નિર્ણય લો.