રાશિફળ

48 કલાક બાદ શુક્ર કરશે સ્વરાશિમાં ગોચર, પૈસામાં આળોટશે આ રાશિના જાતકો…

જ્યોતિષશાસ્ત્રમાં શુક્રનો સંબંધ ધન, વૈભવ અને સુખ-સમૃદ્ધિ સાથે હોવાનું કહેવાય છે. જ્યારે પણ શુક્ર ગ્રહ રાશિ કે નક્ષત્ર પરિવર્તન કરે છે કે પોતાની ચાલ બદલે છે તેની 12-12 રાશિના જાતકો પર તેની અસર જોવા મળે છે. આવા ગુરુ 48 કલાક બાદ એટલે કે 29મી જૂનના રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ જ લાભ થઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ શુક્ર ગ્રહ 29મી જૂનના રોજ મેષ રાશિમાંથી ગોચર કરીને સ્વરાશિ વૃષભમાં ગોચર કરવા જઈ રહ્યા છે. શુક્રના આ ગોચરની કેટલાકી રાશિના જાતકો પર સકારાત્મક અસર જોવા મળશે. આ રાશિના જાતકોને આ સમયે નાણાંકીય લાભ થવાની સાથે સાથે કરિયરમાં પણ લાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-

Today's Horoscope (15-03-2025)

સિંહ રાશિના જાતકો માટે શુક્રનું વૃષભ રાશિમાં થઈ રહેલું ગોચર લાભદાયી રહેશે. આ રાશિના જાતકોને બિઝનેસમાં ભરપૂર લાભ મળી રહ્યો છે. પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પિતાના સહકારથી આર્થિક લાભ થશે. નોકરીમાં પ્રમોશન મળવાની સાથે સાથે આવકમાં વૃદ્ધિ થશે. સંપત્તિમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય સારો રહેશે.

કુંભ રાશિના જાતકોને શુક્રના ગોચરથી લાભ થઈ રહ્યો છે. શુક્રના પ્રભાવને કારણે જમીન, મકાન અને વાહન વગેરે ખરીદી માટે આ સમય અનુકૂળ છે. આવકના નવા નવા સ્રોત મળશે, જેને કારણે નાણાંકીય સ્થિતિ મજબૂત થશે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે. કામમાં આવી રહેલાં અવરોધો આજે દૂર થશે. સવાસ્થ્ય સંબંધિત સમસ્યાનો અંત આવશે.

કર્ક રાશિના જાતકો માટે આ સમગાળો પ્રમોશન થશે. કામના સ્થળે તમારી મહેનત રંગ લાગશે. કોઈ સ્વપ્ન પૂરું થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. આકસ્મિક નાણાંલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. બિઝનેસમાં પણ નફો થશે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેશો. આર્થિક સ્થિતિ મજબૂત થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button