167 વર્ષ બાદ બન્યો આ ખાસ દુર્લભ યોગ, ત્રણ રાશિના જાતકોને મોજા હી મોજા…. જોઈ લો તમારી રાશિ પણ છે ને?

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોનું રાશિ પરિવર્તન અને તેમના દ્વારા રચાતા યોગો માનવ જીવન પર ઊંડી અસર કરે છે. હાલમાં જ એક 167 વર્ષ બાદ દુર્લભ યોગ સર્જાવવામાં જઈ રહ્યો છે. દૈત્યોના ગુરુ શુક્ર અને વરૂણ ગ્રહના સંયોગથી અર્ધકેન્દ્ર યોગનું નિર્માણ થયું છે. આ યોગની અસરથી કેટલીક રાશિઓના જાતકોને આર્થિક અને વ્યવસાયિક ક્ષેત્રે મોટો ફાયદો થવાની સંભાવના છે.
જ્યોતિષીય ગણતરી મુજબ, 29મી જાન્યુઆરીએ સાંજે 6:06 કલાકે શુક્ર અને વરૂણ એકબીજાથી 45 ડિગ્રી પર હોવાને કારણે આ યોગ સર્જાયો છે. હાલમાં શુક્ર મકર રાશિમાં બુધ, સૂર્ય અને મંગળ સાથે બિરાજમાન છે, જ્યારે વરૂણ મીન રાશિમાં સ્થિત છે. વરૂણ ગ્રહ એક રાશિમાં અંદાજે 14-15 વર્ષ સુધી રહે છે, તેથી આ પ્રકારનો સંયોગ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમના માટે આ સમયગાળો લાભદાયી રહેવાનો છે.

મેષ રાશિના જાતકો માટે આ યોગ અત્યંત લાભદાયી નીવડશે અને તેમને ભાગ્યનો પૂરો સાથ મળશે. નોકરી અને બિઝનેસમાં આર્થિક લાભ થવાના મજબૂત યોગ છે. કાર્યસ્થળ પર તમારી મહેનતની પ્રશંસા થશે અને કોઈ મોટી નવી જવાબદારી સોંપાઈ શકે છે. દામ્પત્ય જીવનમાં ચાલી રહેલા મતભેદો દૂર થશે અને સુખ-શાંતિનો અનુભવ થશે.

મકર રાશિના જાતકો માટે આ સમય સુખ અને સફળતા લઈને આવશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થશે અને ધન-ધાન્યમાં વૃદ્ધિ થવાની પ્રબળ શક્યતા છે. વેપાર ક્ષેત્રે નવી ડીલ્સ અને પ્રોજેક્ટ્સ મળવાથી મોટો ફાયદો થઈ શકે છે. નોકરીયાત વર્ગ માટે પ્રમોશન અને પગાર વધારાના દ્વાર ખુલશે. આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે અને ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે.

આ રાશિના જાતકોને ભાગ્યના સહયોગથી જૂની મનોકામનાઓ પૂર્ણ થતી જણાશે. અચાનક ધનલાભ થઈ શકે છે, જેમાં સટ્ટાકીય પ્રવૃત્તિ કે પૈતૃક સંપત્તિ મહત્વનો ભાગ ભજવશે. કરિયરની દ્રષ્ટિએ આત્મવિશ્વાસ વધશે, જેનાથી સફળતા અને નવા પદની પ્રાપ્તિ થશે. વિદેશમાં નોકરી શોધી રહેલા લોકો માટે આ સમય શુભ સમાચાર લાવી શકે છે. નવો વેપાર શરૂ કરવા માટે સમય સાનુકૂળ છે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.



