27 વર્ષે શનિદેવ કરશે નક્ષત્ર પરિવર્તન, નોકરી અને બિઝનેસમાં થશે ભરપૂર લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
રાશિફળ

27 વર્ષે શનિદેવ કરશે નક્ષત્ર પરિવર્તન, નોકરી અને બિઝનેસમાં થશે ભરપૂર લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે અને નવ ગ્રહમાં શનિદેવ સૌથી ધીમી ગતિએ ગોચર કરે છે. શનિદેવ અઢી વર્ષે એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે અને તેને એક રાશિચક્ર પૂરું કરવા માટે 20 વર્ષનો સમય લાગે છે. શનિના ગોચરથી 12-12 રાશિના જાતકો પર અસર જોવા મળે છે.

આજથી ઓક્ટોબર મહિનો શરૂ થઈ ગયો છે અને 48 કલાક બાદ એટલે કે ત્રીજી ઓક્ટોબરના શનિ ગુરુના નક્ષત્ર પૂર્વાભાદ્રપદ પ્રવેશ કરશે અને 20મી જાન્યુઆરી સુધી તે આ જ નક્ષત્રમાં બિરાજમાન રહેશે. જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેવાનો છે. શનિનું આ નક્ષત્ર પરિવર્તન કેટલીક રાશિના જાતકો માટે પ્રગતિ, નવી તક લઈને આવે છે. આ સમયે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

કર્ક રાશિના જાતકો માટે શનિદેવનું થઈ રહેલું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યું છે. આ સમયે અધૂરા કામ પૂરા થઈ રહ્યા છે અને ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. નવી નવી તક મળશે. નોકરીમાં તમારા કામની પ્રશંસા થશે. માન-સન્માન વધારો થઈ રહ્યો છે. ઓનલાઈન બિઝનેસ કરી રહેલાં લોકોને આ સમયે સફળતા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.

મકર રાશિના જાતકો માટે આ સમયગાળો અનુકૂળ અને શુભ રહેશે. કોર્ટ-કચેરીના કિસ્સામાં પણ તમને સફળતા મળશે. લાંબા સમયથી કોઈ સમસ્યા કે પડકારોનો સામનો કરી રહ્યા હશો તો તેનો પણ ઉકેલ આવશે. શારીરિક અને માનસિક સમસ્યામાંથી મુક્તિ મળશે. નોકરી કરનારા લોકોને આ સમયે ફાયદો થઈ રહ્યો છે. નવી નોકરી શોધી રહેલા લોકોને આ સમયે નવી ઓફર આવી શકે છે.

ધન રાશિના જાતકો પર આ સમયે શનિ અને ગુરુ બંનેની વિશેષ કૃપા વરસશે. ભૌતક સુખ-સુવિધામાં વધારો થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં જાતકોના જીવનમાં ખુશહાલી આવશે. બેરોજગાર લોકોને આ સમયે નોકરી મળી શકે છે. વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. બિઝનેસ કરી રહેલાં લોકોને આ સમયે કોઈ મોટો ઓર્ડર કે પ્રોજેક્ટ મળી શકે છે. પ્રમોશન કે પગાર વધારો થઈ શકે છે.

આ પણ વાંચો…દશેરાથી શરૂ થશે આ રાશિના જાતકોના અચ્છે દિન, બુધ અને ગુરુ કરશે પૈસાનો વરસાદ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button