29 વર્ષ પછી રક્ષાબંધન પર દુર્લભ યોગ, કઈ બે રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન ?

રક્ષાબંધન એ ભાઈ-બહેનના પ્રેમનો પર્વ છે અને આ વર્ષે 9મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. આ વખતની રક્ષાબંધન ખૂબ જ ખાસ રહેવાની છે, કારણ કે આ રક્ષાબંધન પર 29 વર્ષ બાગ દુર્લભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે, પણ બે રાશિના જાતકો પર આ દુર્લભ યોગની વિશેષ અસર જોવા મળશે.
મળતી માહિતી મુજબ રક્ષાબંધનના દિવસે શનિ મીન રાશિમાં અને મંગળ કન્યા રાશિમાં એકબીજાની સામસામે આવશે, જેને કારણે સમસપ્તક યોગનું નિર્માણ થશે. આ સાથે જ રક્ષાબંધનના દિવસે ભદ્રાકાલ અને પંચકની છાયા પણ નહીં જોવા મળે. આ સંયોગ વર્ષો બાદ બની રહ્યો છે, જેને કારણે બે રાશિના જાતકો માટે આ સમયગાળો શુભ રહેવાનો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ.

વૃશ્ચિક રાશિના જાતકો માટે ગ્રહોની આ સ્થિતિ ખૂબ જ શુભ રહેવાની છે. આ સમયે પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. ઘરમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. ધન-ધાન્યની બાબતમાં લાભ થશે. કોઈ જગ્યાએ અટવાયેલા પૈસા પાછા મળશે. રોકાણ વગેરેથી સારો એવો લાભ થશે.

મીન રાશિના જાતકોને કરિયર, નોકરી વગેરેને કારણે લાંબી મુસાફરી પર જવું પડી શકે છે. ભવિષ્યમાં તમને આ પ્રવાસથી સારો એવો લાભ થશે. વિદ્યાર્થીઓને પણ અનુકૂળ પરિણામ મળશે. સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહેલાં લોકોને આ સમયે સફળતા મળી રહી છે. સંતાન તરફથી પણ સારા સમાચાર મળશે.

આ ત્રણ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ
શનિ અને મંગળને કારણે બની રહેલાં આ સમસપ્તક યોગને કારણે મેષ, મિથુન અને કર્ક રાશિના જાતકોએ વિશેષ સાવધ રહેવું પડશે. આ રાશિના જાતકો માટે આ સમય બિલકુલ સારો નથી રહેવાનો. આ ત્રણેય રાશિના લોકોને કરિયર, આર્થિક અને સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં સમસ્યા થઈ શકે છે.



