
જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને ગ્રહોના સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યોતિષીઓ મંગળને લાલ ગ્રહ તરીકે પણ ઓળખે છે. 24 કલાક બાદ એટલે કે 23મી જુલાઈના રોજ મંગળ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે. આ દિવસે મંગળ પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાંથી ગોચર કરીને ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે. જ્યોતિષશાસ્ત્રમાં આ નક્ષત્રના સ્વામી સૂર્ય હોવાનું જણાવવામાં આવ્યું છે.
મંગળ અને સૂર્ય વચ્ચે મિત્રતાનો ભાવ જોવા મળે છે જેને કારણે મંગળનું નક્ષત્ર પરિવર્તન કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થવા જઈ રહ્યું છે. આ રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે પારાવાર લાભ થઈ રહ્યો છે.

મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ શુભ સાબિત થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમે ખૂબ જ સરળતાથી મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. તમે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશો. પરિવાર સાથે હસી-ખુશીમાં સમય પસાર કરી શકો છો. ઘરમાં ખુશીનો માહોલ જોવલા મળશે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે. તમારા કામની પ્રશંસા થશે.

સિંહ રાશિના જાતકોની સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે. આ સમયે નવા લોકો સાથે મુલાક થશે. કામકાજના સ્થળે સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. ધાર્મિક કાર્યક્રમનું આયોજન થશે અને એમાં તમારો રસ વધશે. માનસિક શાંતિનો અહેસાસ થશે. સંતાનને કોઈ જવાબદારી સોંપશો તો તે ખરું ઉતરશે.

તુલા રાશિના બિઝનેસ કરી રહેલાં લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે. જૂના અટકી પડેલાં કામ પણ પૂરા થઈ રહ્યા છે. તમારી આસપાસનું વાતાવરણ પણ ખૂબ જ સકારાત્મક રહેવાનો છે. પ્રોપર્ટી ખરીદવા માટે આ સમય અનુકૂળ રહેશે. સંતાન તરફથી આ સમયે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. આવકમાં વૃદ્ધિ થશે. પરિવાર સાથેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે.