48 કલાક બાદ મંગળ-બુધની થશે યુતિ, ઉઘડી જશે આ રાશિના ભાગ્યના દરવાજા… જોઈ લો તમારી રાશિ પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ દિવાળીમાં અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે જેને કારણે અનેક શુભાશુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. બે દિવસ બાદ એટલે કે 16મી ઓક્ટોબરના રોજ ગ્રહોની મોટી હિલચાલ થઈ રહી છે, જેને કારણે કારણે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ઉઘડી જશે.
મળતી માહિતી મુજબ 13મી ઓક્ટોબરના રોજ સવારે 9.29 કલાક મંગળ ગ્રહ સ્વાતિ નક્ષત્રમાંથી વિશાખા નક્ષત્રમાં ગોચર કર્યું છે અને 16મી ઓક્ટોબરના રોજ સાંજે 7.08 કલાકે ગ્રહોના રાજકુમાર બુધ પણ આ રાશિમાં ગોચર કરશે. આમ મંગળ અને બુધની વિશાખા નક્ષત્રમાં યુતિ થઈ રહી છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે શુભ સમય શરૂ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોનું ભાગ્ય ઉઘડી જશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

સિંહ રાશિના જાતકો માટે આ સમયે આત્મવિશ્વાસ અને સાહસમાં વૃદ્ધિ થઈ રહી છે. આ સમયે અટકી પડેલાં પ્રોજેક્ટ પણ કામે લાગી શકે છે. લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહેલાં લોકો માટે પણ આ સમય એકદમ અનુકૂળ છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે,. વિદેશથી વેપાર કરી રહેલાં લોકોને પણ આ સમયે સમાચાર સાંભળવા મળી શકે છે.

ધન રાશિનો સ્વામી ગુરુ, અને વિશાખા નક્ષત્રનો પણ સ્વામી છે અને આ યુતિ આ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ છે. ધન રાશિના જાતકોને આ સમયગાળા દરમિાન નોકરી, બિઝનેસ અને રોકાણમાંથી ભરપૂર લાભ થઈ રહ્યો છે. વાણી અને વર્તનથી આ સમયે તમારી આસપાસના લોકોનું મન જિતવામાં સફળતા મળશે. સામાજિક અને વ્યાવસાયિક બંને સંબંધોમાં સફળતા મળશે અને તમે વધારે મજબૂત થશો.

મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ શુકનિયાળ રહેશે. આ રાશિના જાતકો માટે બુધ અને મંગળની યુતિથી ફાયદો થઈ રહ્યો છે.આ સમયે તમને નાણાંકીય લાભ થઈ રહ્યો છે. બિઝનેસમાં પણ તમને સફળતા મળશે. બિઝનેસ કરી રહેલાં લોકોને આ સમયે નવી નવી તક મળશે. નોકરી કરી રહેલાં જાતકોને મોટી જવાબદારીઓ સોંપવામાં આવશે. અટકી પડેલાં પ્રોજેક્ટને પણ વેગ મળી રહ્યો છે.