ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ વ્હાલી છે આ રાશિઓ, હંમેશા હોય છે પૈસાની રેલમછેલ…

જન્માષ્ટમીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે દેશભરમાં જોરશોરથી આ તહેવારની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે 16મી ઓગસ્ટના રોજ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને તેમના આશિર્વાદ પ્રાપ્ત કરાય છે.
જન્માષ્ટમીના અવસરે વાત કરીએ ભગવાન શ્રીકૃષ્ણની મનગમતી રાશિઓ વિશે. આ રાશિના જાતકો પર તેમની વિશેષ કૃપા વરસે છે અને આ રાશિના જાતકોને જીવનમાં ક્યારે પૈસાની અછત નથી વર્તાતી. આ સાથે જ આ રાશિના લોકોને ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી ખૂબ જ સફળતા અને ભાગ્યનો સાથ પણ મળી રહ્યો છે.

વૃષભ રાશિના જાતકો પર કૃષ્ણ ભગવાનની વિશેષ કૃપા રહેશે. આ રાશિના જાતકો ખૂબ જ મહેનતુ, ઈમાનદાર અને બુદ્ધિશાળી હોય છે. તેઓ જે પણ કામમાં હાથ નાખે છે તેમાં તેમને સફળતા મળે છે. વૃષભ રાશિના જાતકોને જીવનમાં ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી અને તેમની પાસે ધનદૌલતની રેલમછેલ રહે છે. 40 વર્ષ બાદ આ રાશિના જાતકો પોતાની જિંદગી મોજથી જીવવાનું શરૂ કરે છે.

ધન રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુ છે. ભગવાન કૃષ્ણ વિષ્ણુજીનો જ એક અવતાર ગણાય છે એટલે આ રાશિના જાતકો પર ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ કૃપા જોવા મળે છે. આ રાશિના જાતકો ભૌતિક સુખ-સુવિધાથી સંપન્ન જીવન જીવે છે. આ રાશિના જાતકોને હંમેશા માન-સન્માનની પ્રાપ્તિ થાય છે.

મીન રાશિ પણ ભગવાન કૃષ્ણની મનગમતી રાશિ છે. આ રાશિના જાતકો પર પણ ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ કૃપા વરસે છે. આ રાશિના જાતકો જન્મથી ભાગ્યશાળી હોય છે. જીવનમાં તેમને સરળતાથી સફળતા મળી જાય છે અને ધન-સંપત્તિ પણ વારસામાં મળે છે. જીવનમાં તેઓ સુખ-સુવિધા અને સન્માનથી જીવે છે. આ રાશિના જાતકોનું વૈવાહિક જીવન ખુશહાલ રહે છે.
આ પણ વાંચો…જન્માષ્ટમી 15 કે 16 ઓગસ્ટ? જાણો ક્યારે છે શ્રીકૃષ્ણ જન્મોત્સવનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ