Dhanteras Special: આ ચાર રાશિઓ છે કુબેર દેવની પ્રિય રાશિ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
રાશિફળ

Dhanteras Special: આ ચાર રાશિઓ છે કુબેર દેવની પ્રિય રાશિ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

દર વર્ષે કારતક મહિનાની તેરસના દિવસે ધનતેરસની ઉજવણી કરવામાં આવે છે અને આ ધનતેરસથી જ દિવાળીની શરૂઆત થાય છે. આ વખતે આ ધનતેરસ આજે એટલે કે 18મી ઓક્ટોબરના છે. આ દિવસે માતા લક્ષ્મીજી અને કુબેર દેવની પૂજા કરવાનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને આમ કુબેર દેવની પૂજા કરીને તેમની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. જોકે, જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક એવી રાશિઓ વિશે પણ જણાવવામાં આવ્યું છે કે અમુક રાશિ પર કુબેર દેવ પહેલાંથી જ મહેરબાન હોય છે. આવો જોઈએ શું છે આખી સ્ટોરી અને કેમ અમુક રાશિ પર કુબેર દેવ પ્રસન્ન હોય છે…

દરેક દેવ-દેવીઓની કેટલીક મનગમતી રાશિઓ હોય છે જેમના પર તેમની વિશેષ કૃપા જોવા મળે છે. એ જ રીતે કુબેર દેવની પણ ચાર મનપસંદ રાશિઓ છે, જેમના પર તેમના ચાર હાથ હોય છે. આજે આપણે અહીં આ જ ચાર રાશિઓ વિશે વાત કરીશું કે જે કુબેર દેવની ફેવરેટ રાશિઓ છે અને આ રાશિ પર હંમેશા તેમની કૃપા વરસે છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

વૃષભ રાશિ કુબેર દેવને ખૂબ જ પ્રિય છે અને આ રાશિ પર તેમની કૃપા દ્રષ્ટિ રહે છે. કુબેર દેવની કૃપાથી જ આ રાશિના જાતકોમાં જોરદાર નાણાંકીય સમજ હોય છે. પૈસા કમાવવા અને ખર્ચ તેમ જ બચત કરવામાં આ રાશિ ખૂબ જ માહેર હોય છે. આ રાશિના જાતકોને જો કોઈ વખત આર્થિક સમસ્યા આવી પણ જાય તો તેમને અચાનક આર્થિક લાભ થાય છે. વૃષભ રાશિના જાતકોનું જીવન એશો-આરામથી ભરપૂર હોય છે.

કર્ક રાશિ પણ કુબેર દેવની મનગમતી રાશિમાંથી એક છે, અને તેમના પર પણ કુબેર દેવની વિશેષ કૃપા રહે છે. આ રાશિના જાતકો ભાગ્યે જ ફાઈનાન્શિયલ ક્રાઈસિસનો સામનો કરે છે. આ રાશિના જાતકો સમાજમાં નામ કમાવવાની સાથે સાથે માન-સન્માન પણ કમાવે છે. એક વખત જો આ રાશિના લોકો કોઈ કામમાં હાથ નાખે તો તેને પૂરું કરીને જ માને છે. સોના-ચાંદીમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.

તુલા રાશિના જાતકો પણ કુબેર દેવની કૃપાથી હંમેશા માલામાલ રહે છે. આ રાશિના જાતકો ખૂબ જ મહેનતુ હોય છે અને એટલે જ ક્યારેય પૈસાની તંગી નથી અનુભવતા. ક્રિયેટિવ ફિલ્ડમાં આ રાશિના જાતકો ખૂબ જ નામ કમાવે છે. આ રાશિના જાતકો થોડા ખર્ચાળ હોય છે, પણ ભગવાન કુબેરની કૃપાથી તેમને ધનની પ્રાપ્તિ પણ થાય છે. તેમની આવકના સ્રોત ખૂબ જ સ્થિર હોય છે.

ધન રાશિના જાતકો પર પણ કુબેર દેવની કૃપા વરસે છે. આ રાશિના જાતકોના હાથમાં પૈસો ટકે છે. આ રાશિના જાતકો નોકરી અને વેપાર બંનેમાં પૈસા કમાવવાનું કૌવત રાખે છે. અકલ્પનીય મહેનથી પૈસા કમાવવામાં માહેર હોય છે. આ રાશિ જાતકો પોતાની કાર્ય કુશળતાથી કોઈનું પણ દિલ સરળતાથી જિતી લે છે, કારણ કે કુબેર દેવની મનગમતી રાશિ છે આ.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button