ગુરુ અસ્ત થઈને આ રાશિના જાતકોને કરાવશે જલસા જ જલસા…
રાશિફળ

ગુરુ અસ્ત થઈને આ રાશિના જાતકોને કરાવશે જલસા જ જલસા…

જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને દેવગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આવા ગુરુ આવતીકાલે એટલે કે 10મી જૂનના મિથુન રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે. 27 દિવસ સુધી ગુરુ આ જ રાશિમાં અસ્ત અવસ્થામાં રહેશે અને 9મી જૂનના ગુરુ સાંજે 7.30 વાગ્યે મિથુન રાશિમાં અસ્ત થશે અને 9મી જુલાઈના ફરી ઉદય થશે. જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ અસ્ત થાય છે ત્યારે તેની અસર ઓછી થઈ જાય છે. દેવગુરુ એવા ગુરુ અસ્ત થઈને કેટલી રાશિના જાતકોને પારાવાર લાભ કરાવી રહ્યા છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમને ગુરુ અસ્ત થઈને પણ લાભ કરાવી રહ્યા છે-

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયગાળો અનુકૂળ રહેશે અને રાહત મળશે. આ રાશિના જાતકોને શારીરિક અને માનસિક બંને રીતે રાહત થશે. કામમાં જે પણ અવરોધ આવી રહ્યા હશે તો તે દૂર થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. અટકી પડેલાં પૈસા પાછા મળી શકે છે. નાણાંકીય લાભ થઈ રહ્યો છે. કારકિર્દીમાં પણ સફળતા મળી રહી છે. સંતાન તરફથી સારા સમાચાર મળશે.

A special coincidence is happening on Kartik Purnima, these zodiac signs will be rich

મેષ રાશિના જાતકોને ગુરુના અસ્ત થતાં ખૂબ જ લાભ થઈ રહ્યો છે. આ સમયે તમારા પ્રયાસો સફળ થઈ રહ્યા છે. કોઈ જગ્યાએ રોકાણ કર્યું હશે તો એનાથી પણ સારો એવો ફાયદો થઈ રહ્યો છે. ભાઈ-બહેનના સંબંધોમાં સુધારો જોવા મળશે. કારકિર્દીમાં નવી ઊંચાઈઓને સ્પર્શ કરશો. સકારાત્મક વિચારસરણી તમને સફળતા અપાવશે. પર્સનલ લાઈફ સુધરશે. બિઝનેસમાં નફો થશે.

કુંભ રાશિના જાતકો માટે ગુરુનું અસ્ત થવું ભાગ્યશાળી સાબિત થશે. અભ્યાસ અને સેલ્ફ ડેવલપમેન્ટ માટે આ સમય અનુકૂળ છે. તમારામાં આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ઊર્જાથી ભરપૂર રહેશો, જેને કારણે તમામ કામ પૂરા થશે. પ્રેમજીવનમાં મધુરતા જળવાઈ રહેશે. આજે કોઈ પણ કોર્ટ કચેરીના કેસમાં રાહત મળશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે તો કામ પણ પૂરા થશે.

Back to top button