48 કલાક બાદ ગ્રહોના રાજકુમાર બુધ ચાલશે ઉલટી ચાલ, આ રાશિના જાતકો બનશે માલામાલ…

જ્યોતિષશાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે અને હાલમાં બુધ કર્ક રાશિમાં બિરાજમાન છે. ટૂંક સમયમાં જ ગ્રહોના આ રાજકુમાર બુધ ટૂંક સમયમાં જ ઊલ્ટી ચાલ ચાલવા જઈ રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને બુધ જોરદાર લાભ કરાવી રહ્યો છે.
48 કલાક બાદ એટલે કે 18મી જુલાઈના બુધ ઉલટી ચાલ ચાલવા જઈ રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધના ગોચરનું, બુધની ઉલટી ચાલનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. બુધની ચાલ જ્યારે જ્યારે બદલાય છે ત્યારે તેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે. અગાઉ કહ્યું એમ હાલ બુધ કર્ક રાશિમાં બિરાજમાન છે 18મી જુલાઈથી તે ઉલ્ટી ચાલ ચલવા જઈ રહ્યો છે. બુધની આ વક્રી ગતિ 11મી ઓગસ્ટ સુધી રહેશે, જેની કેટલીક રાશિના જાતકો પર સકારાત્મક તો કેટલીક રાશિના જાતકો પર નકારાત્મક અસર જોવા મળશે. ચાલો જોઈએ કઈ રાશિના જાતકો માટે આ સમયગાળો લાભદાયી સાબિત થશે અને તેમને ભાગ્યનો સાથ મળી રહ્યો છે-

વૃષભ રાશિના જાતકોને બુધની ચાલ બદલાતા લાભ થશે. આ સમયગાળો આ રાશિના જાતકો માટે ફાયદાકારક રહેશે. આ સમયે તમને મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. ઘરમાં શાંતિ અને હસી-ખુશીનો માહોલ જોવા મળશે. તમે તમારા પ્રિય પાત્ર સાથે ડેટ પર કે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. નવી નોકરી મળવાની શક્યતા છે.

મકર રાશિના જાતકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે. આ સમય દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. કામના સ્થળે તમારી પ્રોડક્ટિવિટી અને ક્રિયેટિવિટી જળવાઈ રહેશે. કામ માટે કોઈ નવી જગ્યાએ ફરવા જઈ શકો છો. નવા નવા કામ તમને મળી શકે છે. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.

કર્ક રાશિના જાતકો માટે બુધની ઉલટી ચાલ ખૂબ જ લાભદાયી રહેશે. કામના સ્થળે તમે કોઈ યોજનામાં રોકાણ કરવાનું વિચારશો, જેને કારણે ભવિષ્યમાં તમને લાભ થઈ શકે છે. આ સમયે તમે કોઈ જગ્યાએ પ્રવાસ પર જઈ શકો છો. આર્થિક લાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. પૂજા-અર્ચનામાં તમારી રૂચિ વધી રહી છે.