48 કલાક બાદ મીન સહિત ચાર રાશિના જાતકોને થશે લાભ જ લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ દિવાળી અને આવતીકાલથી શરૂ થનારું 2082નું વિક્રમ સંવત ખૂબ જ ખાસ રહેવાનું છે, કારણ કે આ જ સમયે અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરીને શુભાશુભ યોગ બનાવી રહ્યા છે. 48 કલાક બાદ એટલે એટલે કે ભાઈબીજના ચંદ્ર નક્ષત્ર પરિવર્તન કરશે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સમય શરૂ થઈ રહ્યો છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 23મી ઓક્ટોબરના રોજ ચંદ્ર સવારે 1.51 કલાકે વિશાખ નક્ષત્રમાં ગોચર કરશે અને 24મી ઓક્ટોબરના સવાર સુધી તે આ નક્ષત્રમાં જ રહેશે. ચંદ્રના આ ગોચરને કારણે અમુક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થશે. આ સમયે આ રાશિના જાતરકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમને ભાઈબીજના દિવસથી લાભ જ લાભ થઈ રહ્યો છે-

વૃષભ રાશિના જાતકો માટે આ સમયગાળો સૌથી વધુ ફાયદાકારક સાબિત થશે. ઘર-પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો તેનું પણ નિરાકરણ આવશે. નોકરી કરી રહેલાં લોકો માટે પણ આ સમયહગાળો ખૂબ જ સારો રહેશે. નાણાંકીય લાભ થઈ રહ્યો છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય અનુકૂળ રહેવાનો છે.

ધન રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ શુકનિયાળ રહેશે. પરિણીત લોકોને પણ આ સમયે ખૂબ જ લાભ થઈ રહ્યો છે. નોકરી કે બિઝનેસ કરી રહેલાં લોકોની આર્થિક સ્થિતિ પણ સુધરી રહી છે. કોઈ જગ્યાએ પૈસા અટવાઈ પડ્યા હશે તો તે પણ પાછા મળી શકે છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.

મિથુન રાશિના જાતકોને ભાઈબીજ પર પરિવાર તરફથી કોઈ સરપ્રાઈઝ ભેટ મળી શકે છે. સંબંધોમાં પ્રેમ અને લાગણી વધી રહી છે. પરિવારના લોકો સાથે સારો એવો સમય પસાર કરશો. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે એક કરતાં વધુ સ્રોતમાંથી કમાણી કરવાનો મોકો મળશે. બિઝનેસ કરી રહેલાં લોકોને આ સમયે નફો થઈ રહ્યો છે.

મીન રાશિના જાતકો માટે ચંદ્રનું આ ગોચર શુભ રહેશે. આ સમયે ઘરમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. ભાઈ-બહેન સાથે ચાલી રહેલાં કોઈ વાદ-વિવાદનો અંત આવશે. ઘરના વડીલના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે વરિષ્ઠ અને સહકર્મચારીઓનો સહકાર મળશે. નાણાંકીય સ્થિતિ પહેલાં કરતાં વધારે સારી રહેશે.
આ પણ વાંચો…આજનું રાશિફળ 21/10/2025: પાંચ રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો લાભ, જોઈ લો તમારી રાશિ છે કે નહીં…

