રાશિફળ

24 કલાક બાદ ગ્રહોના રાજકુમાર બુધ કરશે ગોચર, પાંચ રાશિના જાતકો માટે શરૂ થશે અચ્છે દિન…

જ્યોતિષશાસ્ત્રમાં બુદ્ધિ અને વાણીના કારક બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે. આવા આ ગ્રહોના રાજકુમાર ગણાતા ગ્રહ બુધ આવતીકાલે ગોચર કરી રહ્યા છે. બુધનું ગોચર જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. બુધના આ ગોચરથી કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે.

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 24 કલાક બાદ એટલે કે ત્રીજી ફેબ્રુઆરી, 2026ના રોજ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. રાત્રે 9:54 કલાકે બુધ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં રાહુ પહેલાથી જ બિરાજમાન છે. બુધ અને રાહુ મિત્ર ગ્રહો હોવાથી આ યુતિ કેટલીક રાશિઓ માટે ‘સ્માર્ટ વર્ક’ અને અચાનક ધનલાભના દ્વાર ખોલશે.

બુધ બુદ્ધિ અને વેપારનો કારક છે, જ્યારે રાહુ નવી ટેકનોલોજી અને સોશિયલ મીડિયા પર પ્રભુત્વ અપાવે છે. આ ગોચરથી જે રાશિઓને સૌથી વધુ ફાયદો થવાનો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

ગ્રહોના રાજકુમાર બુધનું આ ગોચર તમારા અગિયારમા ભાવમાં થવાથી આવકમાં ધરખમ વધારો થઈ શકે છે. જૂના રોકાણો કે બિઝનેસના પ્રયાસો હવે ફળદાયી બનશે. મિત્રો અને સોશિયલ નેટવર્કિંગ દ્વારા કરિયરમાં નવી તકો મળશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. જીવનસાથી સાથે તમે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો.

બુધ એ મિથુન રાશિના સ્વામી બુધ છે, જેને બુધનું થઈ રહેલું ગોચર આ રાશિના જાતકો માટે વિશેષ ફળદાયી રહેવાનું છે. બુધની આ યુતિ મિથુન રાશિના જાતકો માટે વરદાન સમાન સાબિત થશે. આ સમયે તમારી નવી વિચારધારા અને સ્માર્ટ નિર્ણયો લેવાની ક્ષમતા વધશે. ઓનલાઇન બિઝનેસ કે કોમ્યુનિકેશન ક્ષેત્રે જોડાયેલા લોકોને મોટો આર્થિક લાભ અને પ્રમોશન મળી શકે છે.

તુલા રાશિના જાતકો માટે બુધનું ગોચર ખૂબ જ શુભ સાબિત થવા જઈ રહ્યું છે. આ રાશિના જાતકોના પંચમ ભાવમાં બુધ-રાહુની યુતિ તમારી ક્રિએટિવિટીમાં વધારો કરશે. માર્કેટિંગ અને ડિઝાઇનિંગના ક્ષેત્રમાં નવા આઈડિયાની પ્રશંસા થશે. વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે અને અભ્યાસમાં એકાગ્રતામાં વૃદ્ધિ થઈ રહી છે.

ધન રાશિના જાતકોના ત્રીજા ભાવમાં આ યુતિ થઈ રહી છે, જેને કારણે આ રાશિના જાતકોના સાહસ અને નેટવર્કિંગને મજબૂત બનાવશે. જો તમે ઈન્ટરવ્યુ કે મહત્વની મિટિંગમાં જવાના હોવ તો સફળતા મળવાની પ્રબળ શક્યતા છે. નવી ભાગીદારીથી બિઝનેસમાં વિસ્તાર થશે. ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

કુંભ રાશિના જાતકો માટે આવતીકાલે થઈ રહેલું બુધનું આ ગોચર વિશેષ ફળદાયી રહેશે, કારણ કે કુંભ રાશિમાં જ બુધનું ગોચર થઈ રહ્યું છે, જે તમને અન્યો કરતા અલગ અને આગળ વિચારવાની શક્તિ આપશે. IT, રિસર્ચ, મીડિયા અને ટેકનોલોજી સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળશે. બિઝનેસમાં લીધેલું જોખમ ફાયદાકારક સાબિત થશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button