રાશિફળ

138 દિવસ બાદ મીન રાશિમાં માર્ગી થઈ શનિ બનાવશે વિપરીત રાજયોગ, ત્રણ રાશિના જાતકોના બદલાઈ જશે દિવસો…

જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે અને શનિદેવ જે તે વ્યક્તિને તેમના કર્મ અનુસાર ફળ આપે છે. શનિદેવ સૌથી ધીમી ગતિએ ગોચર કરતો ગ્રહ છે. શનિદેવ અઢી વર્ષે એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરશે. જ્યારે ચંદ્ર એ સૌથી વધુ ઝડપથી ગોચર કરતો ગ્રહ છે, કારણ કે ચંદ્ર અઢી દિવસમાં એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. હવે નવેમ્બર મહિનાના અંતમાં શનિ માર્ગી થઈ રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ જ લાભ થઈ રહ્યો છે.

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર શનિદેવ હાલમાં 138 દિવસથી મીન રાશિમાં વક્રી અવસ્થામાં છે અને આ મહિનાના અંતમાં એટલે કે 28મી નવેમ્બરના તે મીન રાશિમાં માર્ગી થશે. શનિની આ બદલાતી ચાલને કારણે કેટલીક રાશિના જાતકોને પારાવાર લાભ થશે. શનિ માર્ગી થઈને વિપરીત રાજયોહ બનાવશે, જેને કારણે ત્રણ રાશિના જાતકોને પારાવાર ફાયદો થશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમને શનિ માર્ગી થતાં ફાયદો થઈ રહ્યો છે.

ધન રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું લાભદાયી રહેશે. શનિ માર્ગી થઈને વિપરીત રાજયોગ બનાવી રહ્યા છે જેને કારણે આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. બિઝનેસ વધારવા ઈચ્છતાં લોકો માટે આ સમયગાળો અનુકૂળ રહેશે. આ સમયે ધારી સફળતા મળશે. આકસ્મિક ધનલાભ થશે. પ્રોપર્ટી, ઘર કે કાર ખરીદવાનું સપનું પૂરું થશે.

સિંહ રાશિના જાતકોને શનિ માર્ગી થઈને શુભ પરિણામ આપી રહ્યા છે. નોકરી કરી રહેલાં લોકો માટે આ સમયગાળો અનુકૂળ રહેશે. પ્રગતિના માર્ગ પર આગળ વધશો. પ્રમોશન કે પગાર વધારાના યોગ બની રહ્યા છે. વૈવાહિક જીવનમાં જો કોઈ સમસ્યા ચાલી રહી હતી તો તેનો પણ નિવેડો આવી રહ્યો છે.

મીન રાશિના જાતકોને શનિનું માર્ગી થવું અપરંપાર લાભ કરાવશે. શનિ હાલમાં મીન રાશિમાં જ બિરાજમાન છે અને મીન રાશિમાં જ શનિ માર્ગી પણ થઈ રહ્યા છે. કરિયરની દ્રષ્ટિએ સમય એકદમ અનુકૂળ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આ સમયે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. પરિવાર સાથે હસી-ખુશી સમય પસાર કરશો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button