200 વર્ષ બાદ નવેમ્બર મહિનામાં સર્જાશે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકોને થશે લાભ જ લાભ….

ઓક્ટોબર મહિનો પૂરો થઈને હવે નવેમ્બર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ઓક્ટોબર મહિનો ખૂબ જ ખાસ રહેશે. આ મહિનામાં માલવ્ય રાજયોગ સહિત ચાર બીજા રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે.
આ યોગને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. ચાલો જોઈએ કઈ રાશિના જાતકો માટે આ નવેમ્બર મહિનો લાભદાયી રહેવાનો છે.
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ મહિને એક સાથે અનેક રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ મહિને લાલ ગ્રહ તરીકે ઓળખાતા મંગળ સ્વરાશિમાં વૃશ્ચિક રાશિમાં ગોચર કરીને રૂચક રાજયોગ, હંસ રાજયોગ, માલવ્ય રાજયોગ અને આદિત્ય મંગળ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે.
આ સમયે અમુક રાશિના જાતકોની આવકમાં વધારો થશે, કરિયરમાં પ્રગતિ થશે અને અટકી પડેલાં પૈસા પાછા મળી શકે છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…
વૃષભઃ

નવેમ્બર મહિનો આ રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. આ સમયે તમારી અંદર એક અલગ જ ઊર્જાનો અહેસાસ થશે. સુખ-સંપત્તિમાં વધારો થશે. નવું વાહન કે ઘર ખરીદવાની ઈચ્છા પૂરી થઈ રહી છે. પર્સનલ લાઈફમાં ખુશહાલી આવશે. આ દરમિયાન વેપારીઓને પણ ધનલાભ થઈ રહ્યો છે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થઈ રહ્યો છે.
તુલાઃ

તુલા રાશિના જાતકો માટે આ સમયે ભાગ્યોદય કરનારો રહેશે. નવેમ્બર મહિનામાં જૂના રોકાણથી લાભ થઈ રહ્યો છે. આ મહિને વાહન કે પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે. આ રાશિના જાતકો માટે સમય ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. આ સમયે સ્પર્ધાત્મક પરિક્ષામાં વિદ્યાર્થીઓને સફળતા મળી રહી છે. કુંવારા લોકોના લગ્નની વાત આગળ વધશે.
મકરઃ

મકર રાશિના જાતકો માટે આ સમયગાળો નવી સિદ્ધિઓ લઈને આવી રહ્યો છે. આ સમયે તમને નવી નવી તક મળી શકે છે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો માટે આ સમયગાળો સારો રહેશે. જીવનસાથીનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. કામના સ્થળે તમારા કામની પ્રશંસા થશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. તમારી ઈચ્છા પૂરી થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

