Rakshabandhan: જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે આ વર્ષે રાશિ પ્રમાણે બાંધો ભાઈને રાખડી…

રક્ષા બંધનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં જાત જાતની ફેન્સી કલરફૂલ રાખડીઓ મળી રહી છે. ભાઈ-બહેનના પ્રેમના તહેવાર તરીકે ઓળખાતા રક્ષાબંધન પહેલાં જ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમારે રાશિ પ્રમાણે ભાઈને કયા કલરની રાખડી બાંધવી જોઈએ. જો તમે ભાઈને તેની રાશિ પ્રમાણે અનુકૂળ રાખડી બાંધશો તો તેનાથી તેને ખૂબ જ લાભ થશે, ભાગ્યોદય થશે અને સુખ-સમૃદ્ધિમાં પણ વૃદ્ધિ થશે.
રક્ષાબંધન હિંદુ ધર્મના પ્રમુખ તહેવારોમાંથી એક છે અને શ્રાવણ મહિનાની પૂર્ણિમા પર રક્ષાબંધન ઊજવવામાં આવે છે. શાસ્ત્રોમાં આપવામાં આપેલી માહિતી અનુસાર રાખડી બાંધવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ આ વખતે તમારે રાશિ પ્રમાણે ભાઈને કયા કલરની રાખડી બાંધવી જોઈએ-
આ પણ વાંચો: આજનું રાશિફળ (02-08-25): મેષથી મીન રાશિના જાતકો માટે કેવો હશે આજનો દિવસ, જાણી લો એક ક્લિક પર…
મેષ રાશિના જાતકોએ બહેનો પાસેથી લાલ કલરની રાખડી બંધાવવી જોઈએ. લાલ કલર એ પ્રેમનું પ્રતિક છે અને આ રંગની રાખડી બાંધવાથી ભાઈ-બહેનનો સંબંધ વધારે મજબૂત બને છે.
વૃષભ રાશિના ભાઈઓને બહેનોએ સફેદ કલરની રાખડી બાંધવી જોઈએ, કારણ કે શાસ્ત્રોમાં સફેદ કલરને ખૂબ જ શુભ માનનામાં આવ્યો છે.
જે બહેનના ભાઈની રાશિ મિથુન હોય એમના કાંડા પર બહેને લીલા કલરની રાખડી બાંધવી જોઈએ. લીલા રંગની રાખડી બાંધવાથી ભાઈનું ભાગ્ય ચમકી ઉઠશે.
કર્ક રાશિના ભાઈને બહેને સફેદ રંગની રાખડી બાંધવી જોઈએ. આ રાશિના ભાઈઓ માટે સફેદ રંગની રાખડી ખૂબ જ શુભ છે અને સફળતા તરફ લઈ જાય છે.
સિંહ રાશિના ભાઈઓએ બહેન પાસેથી નારંગી કલરની રાખડી બંધાવવી જોઈએ. આ રંગની રાખડી આ રાશિના ભાઈઓ માટે શુકનિયાળ ગણાય છે.
તમારા ભાઈની રાશિ કન્યા છે તો તમારે રક્ષા બંધનના દિવસે લીલા કલરની રાખડી બાંધની જોઈએ. આને કારણે ભાઈને જીવનભર ભાગ્યનો સાથ મળશે.
તુલા રાશિના ભાઈઓને બહેનોએ પિંક કલરની રાખડી બાંધવી જોઈએ. આ કલરની રાખડી બાંધવાથી ભાઈ-બહેનનો સંબંધ વધારે મજબૂત બનાવે છે.
વૃશ્ચિક રાશિના ભાઈઓના કાંડે બહેને લાલ રંગની રાખડી બાંધવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ રંગની રાખડી બાંધવાથી ભાઈના જીવનમાં મિઠાશ આવશે.
તમારા ભાઈની રાશિ ધન છે તો આવી સ્થિતિમાં તેને પીળા રંગની રાખડી બાંધવી જોઈએ. આને કારણે ભાઈના જીવનમાં સકારાત્મ ઊર્જાનો સંચાર થશે.
મકર રાશિના ભાઈઓને બહેનોએ લાઈટ બ્લ્યુ કલરની રાખડી બાંધવી જોઈએ. આ રંગની રાખડી ભાઈને બાંધવી શુભ માનવામાં આવે છે.
કુંભ રાશિના ભાઈને બહેનોએ બ્લ્યુ કલરની રાખડી બાંધવી જોઈએ. આ કલરની રાખડી બાંધવાથી ભાઈના જીવનમાં સ્થિરતા આવે છે.
મીન રાશિના ભાઈઓને બહેનોએ પીળા રંગની રાખડી બાંધવી જોઈએ. આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે.