પાપી ગ્રહો બદલશે ચાલ, આ રાશિના જાતકો થશે માલામાલ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુને છાયા ગ્રહનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેઓ હંમેશા વક્રી અવસ્થામાં જ ગોચર કરે છે. આ બંને ગ્રહો એકબીજાથી 180 ડિગ્રીના અંતરે રહે છે. હાલમાં રાહુ કુંભ રાશિમાં બિરાજમાન છે અને કેતુ સિંહ રાશિમાં ગોચર કરી રહ્યા છે. હવે રાહુ અને કેતુ બંને નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. જેની અસર તમામ રાશિ પર જોવા મળશે, પણ કેટલી રાશિ એવી છે કે જેમના આ પરિવર્તનની ખાસ અસર જોવા મળશે.
જાણીતા જ્યોતિષાચાર્ય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાહુ 23મી નવેમ્બરના રોજ સવારે 9.29 કલાકે શતભિષા નક્ષત્રમાં ગોચર કરશે. આ સાથે સાથે જ કેતુ પણ પૂર્વાફાલ્ગુનીના દ્વિતીય નક્ષત્રમાં પોતાનું સ્થાન લેશે. આ સમયગાળો કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. આ સમયે આ રાશિઓને ભાગ્યનો સાથે મળવાની સાથે સાથે ધનલાભ પણ થશે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે પણ આ સમયગાળો અનુકૂળ રહેશે. કોઈ જગ્યાએ પૈસા અટવાયા હશે તો તે પાછા મળી શકે છે. આ સમયે તમે તમારી જરૂરિયાતની વસ્તુઓ ખરીદશો. ઘર, પ્રોપર્ટી કે વાહન સંબંધિત બાબતોમાં પણ લાભ થઈ રહ્યો છે. આર્થિક અને સામાજિત બંને દ્રષ્ટિએ આ સમય તમારા માટે સારો રહેશે. નવા નવા લોકો સાથે મુલાકાત થશે. બજારમાં નવા કોન્ટેક્ટ બનાવશો, જેને કારણે ભવિષ્યમાં લાભ થશે. પ્રોપર્ટી સંબંધિત વિવાદોનો ઉકેલ આવશે.
કુંભઃ

કુંભ રાશિના જાતકો માટે આ સમયગાળો સખત મહેનત કરીને પરિણામો મેળવવાનો રહેશે. આ સમયે તમારી તમામ ઈચ્છાઓ પૂરી થઈ રહી છે, જેના માટે તમે લાંબા સમયથી પ્રયાસો કરી રહ્યા હતા. ઘરથી દૂર નોકરી કરી રહેલાં લોકો આ સમયે પરિવાર સાથે હસી-ખુશી સમય પસાર કરશે. રોકાણ માટેના નવા નવા ઓપ્શન સામે આવશે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે પગાર વધારો કે પ્રમોશન વગેરે મળી શકે છે. તમારી છબિ મજબૂત થશે.
મિથુનઃ

રાહુ-કેતુનું ગોચર મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે. લાંબા સમયથી વિદેશમાં નોકરી કે અભ્યાસ કરી રહેલાં જાતકોને સફળતા મળશે. કુંવારા લોકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે. મિત્રો અને કામના સ્થળે સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. ખર્ચ પર નિયંત્રણ રાખવાની સાથે સાથે પૈસા બચાવવામાં સફળતા મળશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં ખૂબ જ સારી રહેશે.


