જુલાઈ મહિનામાં મહત્ત્વના ગ્રહો બદલશે ચાલ, આ રાશિના જાતકો થશે માલામાલ…

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આવનારો જુલાઈ મહિનો ખૂબ જ મહત્ત્વનો સાબિત થવા જઈ રહ્યો છે, કારણ કે આ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે. ગ્રહોના આ ગોચરને કારણે અનેક રાશિના જાતકોના દિવસો બદલાઈ રહ્યા છે. આ મહિનામાં ગુરુ, શનિ, બુધ, મંગળ અને સૂર્ય જેવા મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર જુલાઈ મહિનામાં સૂર્ય મિથુન અને કર્ક રાશિમાં, મંગળ સિંહ અને કન્યા રાશિમાં ગોચર કરશે. ગુરુ મિથુન રાશિમાં ઉદય થશે અને શનિ મીન રાશિમાં વક્રી થશે. આ તમામ ગ્રહોના હિલચાલની 12-12 રાશિના જાતકો પર અસર જોવા મળશે.
આપણ વાંચો: આજનું રાશિફળ (19-06-25): આ બે રાશિના જાતકોના ભૌતિક સુખ-સુવિધામાં થશે આજે વૃદ્ધિ…
28મી જુલાઈ સુધી મંગળ સિંહ રાશિમાં બિરાજમાન રહેશે અને ત્યાર બાદ તે કન્યા રાશિમાં ગોચર કરશે. વાત કરીએ ગ્રહોના રાજાની તો ગ્રહોના રાજા સૂર્ય 16મી જુલાઈ સુધી મિથુન રાશિમાં અને ત્યાર બાદ કર્ક રાશિમાં ગોચર કરશે.
આ મહિનામાં ગ્રહોના રાજકુમાર બુધ ત્રણ વખત નક્ષત્ર પરિવર્તન કરશે. બુધ પુષ્ય નક્ષત્ર, આશ્લેષા અને ત્યારબાદ મઘા નક્ષત્રમાં ગોચર કરશે. ન્યાયના દેવતા શનિ દેવ 13મી જુલાઈ સુધી મીન રાશિમાં બિરાજમાન રહેશે અને ત્યાર બાદ આ જ રાશિમાં વતક્રી થશે અને 138 દિવસ સુધી વક્રી અવસ્થામાં રહેશે. આવો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
વૃષભઃ

વૃષભ રાશિમાં જાતકો માટે આ મહિનો અનુકૂળ રહેશે અને કરિયરમાં પણ આ સમયે લાભ થઈ રહ્યો છે. વેપારમાં પણ સારું પ્રદર્શન કરશો. આર્થિક સ્થિતિ સુધરશે. આ સમયે તમે જેટલી મહેનત કરશો એના પરિણામ મળી શકે છે. કામમાં કોઈ અવરપોધ આવી રહ્યો હશે તો તે પણ દૂર થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય સારો રહેશે. લવલાઈફ અને દાંપત્ય જીવનમાં પણ મધુરતા જળવાઈ રહેશે.
મિથુનઃ

આ રાશિના જાતકો માટે આ જુલાઈ મહિનો લાભદાયી રહેશે. આ મહિનામાં મંગળ, સૂર્ય અને શુક્ર મિથુન રાશિના જાતકોને સારા પરિણામો મળશે. નોકરી કરી રહેલાં લોકોને પણ આ સમયે સારા પરિણામ મળશે. અપેક્ષા કરતાં વધારે લાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે સારી રહેશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ઘર-પરિવારમાં હસી ખુશીનો માહોલ જળવાઈ રહેશે.
કન્યાઃ

કન્યા રાશિના જાતકો માટે આ મહિનો શુભ ફળ આપનારો રહેશે. આ સમયે આ રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. વેપારમાં પણ મન ચાહ્યો લાભ થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. સંતાન તરફથી પણ કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.