PM મોદીનો જન્મદિવસ: જાણો કયા નક્ષત્ર અને રાશિમાં થયો છે તેમનો જન્મ, શું છે તેની ખાસિયત? | મુંબઈ સમાચાર
રાશિફળ

PM મોદીનો જન્મદિવસ: જાણો કયા નક્ષત્ર અને રાશિમાં થયો છે તેમનો જન્મ, શું છે તેની ખાસિયત?

આજે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વડા પ્રધના મોદીજીનો જન્મ 17મી સપ્ટેમ્બર, 1950ના ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર ખાતે થયો હતો. પણ શું તમને ખબર છે વડા પ્રધાન મોદીજીનો જન્મ કયા નક્ષત્ર અને રાશિમાં થયો છે? આ રાશિ અને નક્ષત્રમાં જન્મેલા લોકોની ખાસિયત શું હોય છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-

કયા નક્ષત્રમાં થયો છે વડા પ્રધાન મોદીજીનો જન્મ?

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ અનુરાધા નક્ષત્ર અને વૃશ્ચિક રાશિમાં થયો છે. આ રાશિ અને નક્ષત્ર હેઠળ જન્મેલા લોકો ખૂબ જ બુદ્ધિશાળી, મહેનતુ, આત્મવિશ્વાસથી ભરપૂર, દયાળુ અને ધાર્મિક હોય છે. આ લોકો હંમેશા બીજાને મદદ કરવા માટે તૈયાર રહે છે.

ભગવાન હનુમાન અને શનિદેવની વિશેષ કૃપા રહે છે

શનિદેવ અને ભગવાન હનુમાનના વિશેષ આશિર્વાદ આ લોકો પર હંમેશા જ કૃપા રહે છે. એટલું જ નહીં આ લોકો હંમેશા પોતાનું આખું જીવન સમાજને સમર્પિત કરવા તત્પર હોય છે અને આ તમામ ગુણો વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના વ્યક્તિત્વમાં સ્પષ્ટપણે જોવા મળે છે.

વાત કરીએ અનુરાધા નક્ષત્રની તો તે 27 નક્ષત્રમાં 17મું નક્ષત્ર છે અને તેના સ્વામી શનિદેવ છે. 12 રાશિમાં વૃશ્ચિક 8મી રાશિ છે અને તેના સ્વામી મંગળ છે. આ રાશિ અને નક્ષત્ર હેઠળ જન્મેલા લોકો પર હંમેશાથી જ હનુમાનજી, ન્યાયના દેવતા શનિ અને મંગળના વિશેષ આશિર્વાદ રહે છે.

શું છે ખાસિયત?

મંગળ આ લોકોને હિંમતવાન અને નિર્ભય બનાવે છે અને તેઓ જીવનમાં આવનારા પડકારોથી ક્યારેય ડરતા નથી. સમાજમાં આ લોકોને ખૂબ જ માન-સન્માન મળે છે. સમાજની ભલાઈ માટે આ લોકો કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. આ જ કારણ છે કે તેમની અંદર એક સારા નેતા બનવાના ગુણ હોય છે અને તેઓ ક્યારેય થાક્યા કે અટક્યા વિના શાંતિથી પોતાના કામમાં આગળ વધતા રહે છે. લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે આ લોકો કોઈ પણ જાતના દેખાડામાં નથી માનતા અને સાદું તેમ જ સરલ જીવન જીવવામાં વિશ્વાસ રાખે છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ (17-09-25): પાંચ રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ, જોઈ લો શું છે તમારા માટે આજે ખાસ?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button