પિતૃપક્ષમાં ચાર મહત્ત્વના ગ્રહો બદલશે ચાલ, અમુક રાશિના જાતકોનું ઉઘડી જશે ભવિષ્ય… | મુંબઈ સમાચાર
રાશિફળ

પિતૃપક્ષમાં ચાર મહત્ત્વના ગ્રહો બદલશે ચાલ, અમુક રાશિના જાતકોનું ઉઘડી જશે ભવિષ્ય…

સાતમી સપ્ટેમ્બરથી પિતૃપક્ષ કે જેને આપણે શ્રાદ્ધ પણ કહીએ છીએ તેની શરૂઆત થઈ રહી છે અને તે 15 દિવસ એટલે કે 21મી સપ્ટેમ્બર સુધી ચાલશે. પિતૃપક્ષમાં કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે, પણ આ દિવસે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ સમયગાળો ખૂબ જ કામનો રહેશે. આ સમયે ચાર મહત્ત્વના ગ્રહો ચાલ બદલવા જઈ રહ્યા છીએ, જેને કારણે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે.

મળતી માહિતી મુજબ પિતૃ પક્ષ દરમિયાન સૂર્ય, બુધ, મંગળ અને શુક્ર જેવા મહત્ત્વના ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે. જેને કારણે અનેક જાતકોના કરિયર, જીવન, આર્થિક સ્થિતિ પર તેની અસર જોવા મળશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમના પર આ ગ્રહોના ગોચરની અસર જોવા મળશે.

આ પણ વાંચો: આજનું રાશિફળ (05-08-25): 12-12 રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ, જાણી લો એક ક્લિક પર…

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ પિતૃપક્ષ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. બિઝનેસ અને નોકરી કરી રહેલાં લોકોને પણ આ સમયે લાભ થઈ રહ્યો છે. લગ્નજીવન સુખી રહેશે. કામના સ્થળે લોકો તમારા કામની પ્રશંસા કરશે. પરિવારના લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે.

કન્યા રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે. નાણાંકીય સ્થિતિ સારી રહેશે. આ સમયે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. લગ્નજીવન ખુશહાલ રહેશે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. પદ-પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થઈ રહી છે. આ સમયે તમારા માન-સન્માનમાં વધારો થઈ રહ્યો છે.

મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો શુભ પરિણામો આપશે. દરેક કામમાં સફળતા મળી રહી છે. આર્થિક લાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. અધ્યાત્મિક અને ધાર્મિક કામમાં તમારો રસ વધી રહ્યો છે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે.

મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો વરદાનસમાન રહેશે. આ સમયે આર્થિક સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળી રહી છે. જીવનમાં પ્રગતિ થઈ રહી છે. જે પણ કામમાં હાથમાં લેશો તેમાં તમને સફળતા મળી રહી છે. મિત્રો અને પરિવારના સભ્યોનો કામમાં સફળતા મળી રહી છે. આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button