પિતૃપક્ષ દરમિયાન રાત્રે કરો આ 4 ઉપાય, પિતૃઓ ખુશ થઈને વરસાવશે આશીર્વાદ, થશે ધન લાભ

હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્ત્વ છે અને તે પિતૃઓને સમર્પિત છે. આ 15 દિવસ હિંદુઓ માટે ખૂબ જ મહત્ત્વના હોય છે. આ વર્ષે પિતૃપક્ષની શરૂઆત 7મી સપ્ટેમ્બરથી થાય છે અને એવું કહેવાય છે કે આ સમયે પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન જેવા ક્રિયાકાંડ કરવામાં આવે છે, જેનાથી તેમને મુક્તિ મળે છે. માન્યતા તો એવી પણ છે કે આ સમયે પિતૃઓ ધરતી પર આવે છે અને પોતાના પરિવારના આશિર્વાદ આપે છે.
આવા પિતૃપક્ષ દરમિયાન રાતના સમયે કેટલાક વિશેષ ઉપાયો કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે. આ ઉપાયો કરવાથી જીવનના તમામ કષ્ટોનું નિવારણ થાય છે અને સુખ-શાંતિ જળવાઈ રહી છે. ચાલો જોઈએ કયા છે આ ઉપાયો-
આ પણ વાંચો: પિતૃપક્ષમાં કયા કાર્યો કરવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે? જાણો આ 4 સરળ ઉપાય
પીપળાના ઝાડ નીચે દીપક પ્રગટાવોઃ
પિતૃપક્ષ દરમિયાન પીપળા નીચે દીપક પ્રગટાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ સમયે પીપળામાં પિતૃઓનો વાસ હોય છે. રાતના સમયે અને એમાં પણ ખાસ કરીને અમાસની રાતે પીપળાના ઝાડ નીચે એક દીપક ચોક્કસ પ્રગટાવવું જોઈએ, આવું કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે.
દક્ષિણ દિશામાં દીપક પ્રગટાવોઃ
એવું કહેવાય છે કે ઘરની દક્ષિણ દિશામાં પિતૃઓનો વાસ હોય છે અને આવી સ્થિતિમાં રોજે ઘરની દક્ષિણ દિશામાં એક દીપક પ્રગટાવો. દીપકમાં રાઈનું તેલ નાખીને તેને પિતૃઓને સમર્પિત કરો. આ ઉપાય કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેમના આશિર્વાદ મળે છે.
કાગડા અને શ્વાનને ભોજનઃ
રાતના સમયે ભોજન કરતાં પહેલાં એક થાળીમાં પિતૃઓ માટે ભોજન કાઢી લો અને તે કાગડા કે શ્વાનને નાખો. ધાર્મિક માન્યતાઓ અનુસાર પિતૃઓ આ સ્વરૂપમાં ભોજન ગ્રહણ કરે છે. આવું કરવાથી પિતૃઓ ખુશ થાય છે અને ઘરમાં ધન-ધાન્યની કમી નથી વર્તાતી.
પિતૃઓને યાદ કરોઃ
રાતના ઊંઘતા પહેલાં શાંત મનથી તમારા પિતૃઓનું ધ્યાન કરો અને તેમના નામનો જાપ કરો. પોતાની ભૂલ માટે માફી માંગો અને જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે એના આશિર્વાદ માંગો. આ એક ખૂબ જ સરળ પણ સચોટ ઉપાય છે.
આ પણ વાંચો: પિતૃપક્ષમાં બનશે શક્તિશાળી દુર્લભ યોગ, ત્રણ રાશિના જાતકોને થશે અપરંપાર ધનલાભ…