ખૂબ જ ખતરનાક હોય છે આ રાશિના જાતકો, એક વખત પંગો લીધો તો પછી…

જ્યોતિષશાસ્ત્રમાં દરેક રાશિની અલગ અલગ ખાસિયતો વિશે જણાવવામાં આવી છે. જે તે રાશિના જાતકોની પર્સનાલિટીનો અંદાજ લગાવી શકાય છે. આજે અમે તમને અહીં આવી જ કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. આ રાશિઓ આમ તો શાંત હોય છે પણ જ્યારે તેમની ધીરજની સીમાઓ પાર થઈ જાય છે ત્યારે તેઓ તમામ સીમાઓ પાર કરી નાખે છે. ચાલો જોઈએ કઈ છે આ રાશિઓ કે જેમને જ્યોતિષશાસ્ત્રમાં ખતરનાક માનવામાં આવે છે-

મેષ રાશિના જાતકો સ્વભાવથી ખૂબ જ ઉગ્ર હોય છે, કારણ કે આ મૂળ અગ્નિની રાશિ છે. આ જ કારણે આ રાશિના જાતકોને સૌથી વધુ ખતરનાક માનવામાં આવી છે. આ રાશિના જાતકો એક સત્યને છુપાવવા માટે સૌ જૂઠ બોલે છે. આ રાશિના જાતકોમાં ખૂબ જ મહત્વાકાંક્ષા હોય છે અને તેમને પૂરી કરવા માટે તેઓ કોઈ પણ હદે જાય છે અને કોઈ કામને ખોટું પણ નથી માનતા. પોતાની વસ્તુને હાંસિલ કરવા માટે તેઓ કંઈ પણ કરી છૂટે છે.

આમ તો આ રાશિના જાતકો સ્થિર પાણીની જેમ ગંભીર હોય છે. બહારથી આ લોકો ખૂબ જ શાંત લાગે છે, પણ તેઓ પોતાની અંદર લાગણીઓને સારી રીતે છુપાવી લે છે. તેમનો ચહેરો જોઈને કોઈ અંદાજો પણ ના લગાવી શકે કે તેમના મનમાં શું ચાલી રહ્યું છે. આ જ કારણ છે કે તેમની ગણતી સૌથી જોમખી રાશિમાં કરવામાં આવે છે. આ રાશિના જાતકો પોતાની જાતને લોકોની સામે એ રીતે રજૂ કરે છે કે જાણે તેઓ કંઈક છુપાવી રહ્યા છે. પણ તેમના મનમાં અલગ કંઈક ચાલી રહ્યું હોય છે જેને કોઈ સમજી શકતું નથી.

મીન રાશિના જાતકોને પણ જ્યોતિષશાસ્ત્રમાં ખતરનાક રાશિ ગણવામાં આવે છે. આ રાશિના જાતકો ક્લાસિક લવ હોય છે અને તેઓ ખુલા મનથી પ્રેમ કરે છે. પ્રેમના મામલામાં તેમનો જવાબ નથી પણ વાત ત્યારે વણસે છે જ્યારે કોઈ તેમની સાથે વિશ્વાસઘાત કરે છે. જ્યારે તેમને એ વાતની ખબર પડે છે કે તેઓ જેમને પ્રેમ કરે છે તેઓ જ તેમને છેતરી રહ્યા છે ત્યારે તેમનો પારો સાતમા આસમાને પહોંચી જાય છે. બસ અહીં તેઓ ખતરનાક બની જાય છે.