રાશિફળ

જૂન મહિના આ રાશિના જાતકોને હશે જલસા જલસા… જોઈ લો તમારી રાશિ પણ છે ને?

મે મહિનો પૂરો થઈને જૂન મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જાણીએ આવનારો જૂન મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ કેવો રહેશે એ જાણી લેવું ખૂબ જ મહત્ત્વનો રહેશે. ચાલી રહેલાં મે મહિનાની જેમ જ આવનારો જૂન મહિનો પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિે ખૂબ જ મહત્ત્વનો રહેશે. જૂન મહિનામાં પણ કેટલાક મહત્ત્વના ગોચર થવા જઈ રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે આ મહિનો લાભદાયી રહેશે. ચાલો જોઈએ. જૂન મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં બિરાજમાન રહેશે અને એની સાથે સાથે જ બુધ, મંગળ અને શુક્ર જેવા મહત્ત્વના ગ્રહો પણ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. આ ગ્રહોના ગોચરની પાંચ રાશિના જાતકો પર વિશેષ અસર જોવા મળી શકે છે. ચાલો જાણીએ કઈ છે પાંચ ભાગ્યશાળી રાશિઓ-

Sun and Jupiter will form a rare yoga, people of this zodiac sign will get extraordinary benefits...

મિથુન રાશિના જાતકો માટે આ જૂન મહિનો સંઘર્ષની સાથે સાથે સફળતાઓ લઈને આવશે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થશે. તમે તમારી યોજનાઓને પૂરી કરવા માટેના પ્રયાસો પણ ઝડપી બનાવશો. આ મહિનામાં તમે વિચારેલી યોજનાઓને સાકાર કરવાનો સમય છે. કામા સ્થળે થોડી સમસ્યાનો સામનો કરવો પડશે, પણ તમે સરળતાથી તેમાંથી બહાર આવી જશો. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. પરિવારમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.

Today's horoscope (18-03-25):

કન્યા રાશિના જાતકો માટે જૂન મહિનો પ્રગતિ અને સમૃદ્ધિ લઈને આવશે. તમારું કામ ધીરે ધીરે ગતિ પકડશે અને એનાથી તેમને લાભ થશે. જૂન મહિનામાં તમે જમીન કે વાહન ખરીદવાની યોજના બનાવી શકો છો. ધનલાભ થઈ રહ્યો છે. માનસિક રીતે તમને રાહત મળી રહી છે. જૂન મહિનામાં કોઈ લાંબી યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે.

તુલા રાશિના જાતકો માટે આ મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે. શુક્ર મેષ રાશિમાં હશે અને તુલા રાશિ પર તેની દ્રષ્ટિ રહેશે, જેને કારણે કારકિર્દીમાં તમને સફળતા અને પ્રગતિ મેળવવાના ચાન્સીસ છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત થશે. આકસ્મિક ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. બિઝનેસમાં સફળતા મળશે.

ધન રાશિના જાતકો માટે આ સમય લાભદાયી રહેશે. જૂન મહિનામાં ગુરુની સપ્તમ દ્રષ્ટિ આ રાશિના જાતકો પર પડી રહી છે, જેને કારણે તેમને લાભ થશે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. આ સમયે ધાર્મિક યાત્રા પર જવાના યોગ બની કહ્યા છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવું તમારા માટે લાભદાયી થશે. સફળતા માટે તમારે થોડા વધારે પ્રયાસ કરવા પડશે.

કુંભ રાશિના જાતકો માટે જૂન મહિનો સંઘર્ષ અને ઉપલબ્ધિઓ લઈને આવશે. કામમાં સંઘર્ષ કરવો પડશે, પણ અંતમાં તો સફળતા મળશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. અટકી પડેલાં કામમાં ગતિ આવશે. કામના સ્થળે તમારી આસપાસના લોકોનો સાથ-સહકાર મળશે. આવકના નવા નવા સ્રોત ઊભા થશે. વેપારમાં સમજદારીથી કોઈ નિર્ણય લેશો તો કેનાથી ચોક્કસ લાભ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button