નવરાત્રિમાં માતાની કૃપા મેળવવા માટે કરો આ સરળ ઉપાય, થશે દરેક મનોકામના પૂર્ણ…

હાલમાં હિંદુઓનો બીજો સૌથી મોટો તહેવાર એટલે નવલા નોરતાં ચાલી રહ્યા છે. હિંદુ પંચાગ અનુસાર દર વર્ષે નવરાત્રિની શરૂઆત આસો મહિનાના શુક્લ પક્ષથી થાય છે. શારદીય નવરાત્રિના નવ દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે જાત જાતના ઉપાયો અજમાવવામાં આવે છે. જો તમે પણ નવલા નોરતામાં માતાની કૃપા મેળવવા માંગો છો તો આજે અમે તમને અહીં કેટલાક એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ-
નવરાત્રિના દિવસોમાં કેટલાક ઉપાયો છે કે જેને કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેને કારણે ગ્રહો-નક્ષત્રોની શુભ અસર જોવા મળે છે. નોરતામાં લવિંગ, સોપારી, હળદર, પાન અને નારિયલ સાથે સંકળાયેલા કેટલાક ઉપાયો કરવામાં આવે તો માતાની શુભ આશિર્વાદ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો: નવરાત્રિમાં ઘટસ્થાપનાનું સ્થળ ખાલી છોડવાથી શું નુકસાન થઈ શકે, જાણો કઈ રીતે?
લવિંગઃ

નવરાત્રિમાં માતા દુર્ગાની વિશેષ કૃપા મેળવવાનું સૌથી શક્તિશાળી ઉપાય છે લવિંગ. પૂજામાં લવિંગનું ખૂબ જ મહત્ત્વ છે. જો તમે તમારી મનોકામના પૂરી કરવા માંગો છો તો તમારી ઉંમર છે એટલા લવિંગને કાળા કે લાલ ધાગામાં પરોવીને તેની માળા બનાવી લો. નવરાત્રિમાં કોઈ એક દિવસ આ માળાને માતા દુર્ગાને અર્પિત કરો. એકથી ત્રણ મહિનામાં તમારી મનોકામના પૂરી થશે. અને મનોકામના પૂરી થતાં એ માળાને પાણીમાં વહાવી દો કે પછી જમીનમાં દાંટી દો.
સોપારીઃ

નવરાત્રિની પૂજામાં સોપારી પણ ખૂબ જ ખાસ છે. નવરાત્રિમાં એક સોપારી લો અને તેને ચારે બાજુથી સિંદૂર લગાવીને પીળા કપડાંમાં બાંધીને માતા-દુર્ગાને અર્પિત કરો. આને કારણે શીઘ્ર વિવાહનો વરદાન મળે છે. વિવાહ બાદ પણ આ સોપારીને પોતાની પાસે રાખી મૂકો અને આને કારણે વૈવાહિક જીવન સુમેળ રહે છે.
હળદરઃ

શારદીય નવરાત્રિમાં પૂજામાં હળદરનું પણ ખાસ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. નવરાત્રિમાં હળદરની બે ગાંઠ માતા દુર્ગાને અર્પણ કરો અને શ્રી સુક્તનો પાઠ કરો. પછી તેને લાલ કપડાંમાં બાંધીને પૈસા જ્યાં મૂકો છો ત્યાં મૂકી રાખો. આ ઉપાય કરવાથી પૈસા સંબંધિત સમસ્યા સતાવી શકે છે.
પાનઃ

જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા અનુસાર પૂજન માટે પાન ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. નવરાત્રિમાં 27 પાનની માળા બનાવીને દેવીને અર્પણ કરો અને સારી નોકરી માટે પ્રાર્થના કરો. નોકરી મળ્યા બાદ એ માળાને પાણીમાં વહાવી દો.
નારિયળઃ

નારિયળને પણ નવરાત્રિમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. એક પાણીવાળું નારિયળ લઈને દેવી સામે બેઠીને વિશેષ મંત્ર જાપ કરો અને ત્યાર બાદ તેને પાણીમાં વહાવી દો. આ ઉપાય કરવાથી ખરાબ ગ્રહ દશાઓ દૂર થાય છે.