બુધ કર્ક રાશિમાં થશે અસ્ત, અમુક રાશિના જાતકો માટે શરૂ થશે ગોલ્ડન પીરિયડ…

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને એક અલગ દરજ્જો આપવામાં આવ્યો છે અને તેમની ખાસિયત વિશે જણાવવામાં આવ્યું છે. બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે તો સૂર્યને ગ્રહોના રાજાનો. ચાલી રહેલો જુલાઈ મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેશે, કારણ કે આ મહિનામાં જ અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે. આવો આ બુધ ગ્રહ સાત દિવસ બાદ એટલે કે 18મી જુલાઈના અસ્ત થઈ રહ્યો છે. બુધ અસ્ત થઈને અમુક રાશિના જાતકો માટે લાભ કરાવી રહ્યો છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર બુધ ગ્રહ 18મી જુલાઈના કર્ક રાશિમાં અસ્ત થશે. વૈદિક જ્યોતિષ અનવુસાર ગ્રહનું અસ્ત થવું ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે ગ્રહનું અસ્ત થવું એટલે ગ્રહનું સૂર્યની નજીક આવવું. બુધ અસ્ત થતાં કેટલીક રાશિના જાતકો પર તેની સકારાત્મક અસર જોવા મળશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમને બુધ અસ્ત થઈને લાભ કરાવી રહ્યા છે-

વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે. કામમા સ્થળે નવી નવી તક મળશે. શત્રુઓ તમારા પર હાવી થવાનો પ્રયાસ કરશે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે. કરિયરમાં પણ સકારાત્મક પરિણામ મળી શકે છે.

કર્ક રાશિના જાતકો માટે બુધનું અસ્ત થવું શુકનિયાળ સાબિત થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી રાહત મળશે. નવા લોકો સાથે સંપર્ક થશે, જે ભવિષ્યમાં તમને લાભ કરાવશે. સંતાન તરફથી સારા સમાચાર સાંભળવા મળશે.

સિંહ રાશિના જાતકોને પણ બુધ અસ્ત થતાં ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આકસ્મિક ધનલાભ થવાની શક્યતા છે. કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. પરિવાર સાથે હસી-ખુશીમાં સમય પસાર કરશો. મિત્રો સાથે કોઈ જગ્યાએ ફરવાની યોજના બનાવશો.

વૃશ્ચિક રાશિના જાતકોને બુધ અસ્ત થતા નવી નોકરી મળવાના યોગ બની રહ્યા છે. જે પણ કામમાં હાથમાં લેશો તેમાં સફળતા મળશે. દાંપત્યજીવન પણ સુખદ રહેશે. આ સમયે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ઘરે કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થશે, જેને કારણે મહેમાનોની અવરજવર રહેશે.

મકર રાશિના જાતકોને આ સમયે વિદેશમાં નોકરી અને શિક્ષા મેળવવાના યોગ બની રહ્યા છે. પરિવારનો સાથ-સહકાર મળશે. કામના સ્થળે પણ તમે સારું પ્રદર્શન કરશો. સમય પર તમે તમારા કામ પૂરા કરી શકશો. સંતાન આ સમયે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.
આપણ વાંચો: ગુરુ પૂર્ણિમા પર બન્યા એક સાથે અનેક પાવરફૂલ રાજયોગ, આ રાશિના જાતકો બનશે કરોડપતિ…