ડિસેમ્બર મહિનાના અંતમાં બુધ અને ગુરુ બદલશે ચાલ, ત્રણ રાશિના જાતકો થશે માલામાલ…

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને એક ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે જેમ કે શનિદેવને ન્યાયના દેવતા તો સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ જ રીતે બુધને ગ્રહોના રાજકુમાર અને ગુરુને ગ્રહોના દેવગુરુ માનવામાં આવે છે.
દરેક ગ્રહના ગોચરની 12-12 રાશિના જાતકો પર અસર જોવા મળે છે, પરંતુ જ્યારે બુધ અને ગુરુ ગોચર કરે છે જેની લોકો પર વિશેષ અસર જોવા મળે છે. આવા આ બંને ગ્રહો ડિસેમ્બર મહિનામાં ગોચર કરવા જઈ રહ્યા છે. ચાલો જોઈએ ક્યારે થશે આ ગોચર અને કઈ રાશિના જાતકો માટે તે શુભ રહેશે…
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાન્યા અનુસાર 27મી ડિસેમ્બરના રોજ બુધ અને ગુરુ એકબીજાથી 150 ડિગ્રી પર જોવા મળશે, જેને કારણે ષડાષ્ટક યોગ બની રહ્યો છે. બુધને વાણી, સમૃદ્ધિ અને સુખનું પ્રતિક માનવામાં આવે છે, જ્યારે ગુરુને ધન, સંપત્તિ અને ભાગ્યનો કારક માનવામાં આવે છે.
જ્યારે બુધ અને ગુરુ બંને મળીને ષડાષ્ટક યોગનું નિર્માણ કરે છે ત્યારે તેની વ્યક્તિની જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળે છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમના પર આ યોગની અસર જોવા મળશે.
મેષઃ

મેષ રાશિના જાતકોને આ સમયે તેમની મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થશે. કામના સ્થળે તમારા કામની પ્રશંસા થઈ રહી છે. જીવનસાથીના સંબંધોમાં સુધારો જોવા મળશે. પારિવારિક જીવનમાં ખુશહાલી આવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમયગાળો સારો રહેશે. વિદેશથી કામ કરી રહેલાં લોકો માટે આ સમય અનુકૂળ રહેશે.
કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે આ યોગ આર્થિક મજબૂતીનો સંકેત લઈને આવી રહ્યો છે. આ સમયે પૈસા બચાવવામાં પણ સફળતા મળશે. શેરબજાર, પ્રોપર્ટી સંબંધિત કામ કરી રહેલાં લોકોને સારું વળતર મળશે. વિદ્યાર્થીઓને પણ સ્પર્ધા પરીક્ષામાં સફળતા મળશે. બિઝનેસમાં મનચાહ્યો લાભ થઈ રહ્યો છે. પ્રેમજીવનમાં મીઠાશ આવશે. મિત્રો અને પરિવારનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે.
કુંભઃ

કુંભ રાશિના જાતકોને આ સમયે સારા સમાચાર સાંભળવા મળી શરે છે. કોઈ જગ્યાએ પૈસા રોક્યા હશે તો આ સમયે સારું એવું વળતર મળશે. આવકના નવા નવા સ્રોત સામે આવશે. બિઝનેસમાં પાર્ટનરશિપ તમારા માટે ફાયદાકારક રહેશે. નવી નવી તક સામે ચાલીને આવશે. પ્રોપર્ટી ખરીદવાનું સપનું સાકાર થશે. પારિવારિક મતભેદોનો અંત આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. માનસિક શાંતિની પ્રાપ્તિ થશે.

