નવરાત્રિ દરમિયાન જો આવે આ સપનાં તો સમજી જાવ કે માતા રાણી…

સનાતન ધર્મમાં શારદીય નવરાત્રિનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને આ સમયે માતા શક્તિની ઉપાસના કરવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 22મી સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે અને પહેલી ઓક્ટોબરના સમાપ્ત થશે. બીજી ઓક્ટોબરના દશેરાની ઉજવણી કરવામાં આવશે.
એવી માન્યતા છે કે આ દિવસોમાં પૂરી શ્રદ્ધા અને આસ્થા સાથે માતાની આરાધના કરવામાં આવે તો જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે સ્વપ્નશાસ્ત્રમાં નવરાત્રિના સમયે આવનારા સપનાઓનું પણ અલગ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આજે અમે અહીં તમને કેટલાક એવા સપનાં વિશે જણાવીશું કે એનો અર્થ શું થાય છે-
આ પણ વાંચો: નવરાત્રિમાં માતાની કૃપા મેળવવા માટે કરો આ સરળ ઉપાય, થશે દરેક મનોકામના પૂર્ણ…
શેર પર સવાર દુર્ગા માતા

જો નવરાત્રિના સમયે તમને સપનામાં માતા દુર્ગા પોતાના વાહન પર સવાર થઈને આવતા દેખાય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એ વાતનો અર્થ એવો થાય છે કે તમારું ભાગ્ય ઉઘડી જવાનું છે. લાંબા સમયથી જો કોઈ કામ અધૂરા પડ્યા હશે તો તે પણ પૂરા થઈ રહ્યા છે.
લાલ ચુંદડી કે સિંદૂર

નવરાત્રિ દરમિયાન લાલ ચુંદડી, સિંદૂર અને શૃંગારનો કોઈ સામાન સપનામાં દેખાય તો તેનો અર્થ થાય છે કે વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે, પારિવારિક સંબંધોમાં મિઠાશ આવશે. આ સપનું એ દિશા તરફ ઈશારો કરે છે કે તમારી કોઈ ખાસ ઈચ્છા પૂરી થવાની છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થશે.
સપનામાં માતાના દર્શન થવા

જો તમને નવરાત્રિ દરમિયાન સપનામા માતા રાણીના દર્શન થાય છે તો તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આનો અર્થ એવો થાય છે કે માતા રાણી તમારા પર પ્રસન્ન છે. સ્વપ્નશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આવા સપના જોનારા વ્યક્તિને આકસ્મિક ધનલાભ થશે અને જીવનમાં પ્રગતિ થશે.