ચાર દિવસ બાદ મંગળ કરશે સ્વરાશિમાં ગોચર, રાજા જેવું જીવન જીવશે આ રાશિના જાતકો…

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ગોચરનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને દરેક ગ્રહને તેમના દરજ્જા પ્રમાણે ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે. કોઈ પણ ગ્રહ જ્યારે ગોચર કરે છે ત્યારે તેની સારી-નરસી અસર જોવા મળે છે. આવું જ એક મહત્ત્વનું ગોચર ચાર દિવસ બાદ એટલે કે 27મી ઓક્ટોબરના રોજ થવા જઈ રહ્યું છે. આ દિવસે ગ્રહોના સેનાપતિ એવા મંગળ ગોચર કરીને સ્વરાશિમાં ગોચર કરશે, જેને કારણે કેટલીક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે.
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 27મી ઓક્ટોબરના રોજ ગ્રહોના સેનાપતિ મંગળ પોતાની સ્વરાશિ વૃશ્ચિકમાં ગોચર કરશે. મંગળના આ ગોચરની 12-12 રાશિના જાતકો પર અસર જોવા મળશે પણ કેટલીક એવી રાશિઓ છે કે જેમને આ ગોચરથી વિશેષ લાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
આ પણ વાંચો: આજનું રાશિફળ (23-10-25): આજે ભાઈબીજનો દિવસ કેવો રહેશે મેષથી મીન રાશિના જાતકો માટે જાણી લો એક ક્લિક પર…
સિંહ રાશિના જાતકોને મંગળના ગોચરથી ખૂબ જ લાભ થઈ રહ્યો છે. આ સમયે આ રાશિના જાતકોની નાણાંકીય સ્થિતિમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તમને તમારા પ્રયાસોમાં સફળતા મળી રહી છે. બિઝનેસ કરી રહેલાં લોકોને આ સમયે કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. અટકી પડેલાં પૈસા પાછા મળશે. મહેનતના સારા પરિણામો મળશે.
મિથુન રાશિના જાતકોને પણ મંગળના ગોચરથી પારાવાર લાભ થઈ રહ્યો છે. કામમાં પ્રગતિ આવશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. કરિયરમાં નવી નવી તક મળી રહી છે. લીડરશિપ ક્વોલિટી વધારે નીખરીને સામે આવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ દિવસ સારો રહેશે. માનસિક શાંતિનો અહેસાસ થશે.
મકર રાશિના જાતકો માટે મંગળનું આ ગોચર ખૂબ જ લાભદાયી થઈ રહ્યો છે. રોકાણકારો માટે આ સમય નફાકારક રહેવાનું છે. અટકી પડેલાં પૈસા પાછા મળી શકે છે. જીવનસાથી તરફથી પણ આર્થિક સહાય મળી રહી છે. આકસ્મિક ધનલાભ થવાની સાથે સાથે સફળતા મળતાં તમારું મન પ્રસન્ન રહેશે. પારિવારિક જીવનમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.