રાશિફળ

ચૈત્રી નવરાત્રિમાં મંગળ કરશે મહાગોચર, સોનાની જેમ ચમકી ઉઠશે આ રાશિના લોકોનું ભાગ્ય…

30મી માર્ચથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને આ બધા વચ્ચે ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળનું મહાગોચર કરશે. મંગળના આ ગોચરને કારણે અમુક રાશિના જાતકો પર સારી અસર જોવા મળશે. ચાલો જોઈએ ક્યારે થશે આ ગોચર અને કઈ રાશિના જાતકોને આ ગોચરને કારણે લાભ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ (20-03-25): આ ત્રણ રાશિના જાતકોને આજે થઈ રહ્યો છે આર્થિક લાભ, ચાલો જોઈએ શું છે બાકીની રાશિના હાલ?

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર હાલમાં મંગળ મિથુન રાશિમાં ગોચર કરી રહ્યા છે અને ત્રીજી એપ્રિલના મંગળ મિથુન રાશિમાંથી ગોચર કરીને કર્ક રાશિમાં પ્રવેશ કરી જશે. ચાલો જોઈએ નવરાત્રિમાં મંગળનું થઈ રહેલું ગોચર કઈ કઈ રાશિના જાતકોને ફાયદો કરાવી રહ્યું છે.

Today's Horoscope (15-03-2025)

કન્યા રાશિના જાતકો પર મંગળના આ ગોચરને કારણે શુભ અસર જોવા મળી રહી છે. આ સમયે તમારા જીવનમાં સારો સમય શરૂ થઈ રહ્યો છે. તમારા જીવનમાં ખુશીઓનું આગમન થઈ રહ્યું છે. આ રાશિના બિઝનેસ કરી રહેલાં લોકોને સફળતા મળી રહી છે. તમારી આર્થિક ઈચ્છાઓ પૂરી થશે. જેટલા પ્રયાસ કરશો એટલી વધારે સફળતા મળી રહી છે.

Today's Horoscope (18-03-2025)

તુલા રાશિના જાતકો માટે આ સમય ખુશીઓ લઈને આવી રહ્યો છે. ધનમાં વૃદ્ધિ થઈ રહી છે. કામના સ્થળે આ સમયે તમારા કામની પ્રશંસા થશે. આ સમયગાળા દરમિયાન શુભચિંતકોનો સાથ-સહકાર મળશે. નવી નવી જવાબદારીઓ મળી શકે છે.

મકર રાશિના જાતકો માટે મંગળનું ગોચર આર્થિક લાભની તક લઈને આવી રહ્યું છે. આર્થિક સ્થિતિ મજબૂત રહી છે. નાની નાની મુસાફરીથી લાભ થઈ રહ્યો છે. પારિવારિક જીવન સારું રહેશે. નવી નોકરી મળવાની તક મળશે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. સંતાન પણ તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button