મંગળ અને ચંદ્રની યુતિથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ; જાણો તમારી રાશિ પર શું થશે અસર?

વૈદિક જ્યોતિષમાં ગ્રહોનું ગોચર અને તેમની યુતિ હંમેશા નવી તકો લઈને આવે છે. 16મી ફેબ્રુઆરી, 2026ના રોજ સર્જાનારો ‘મહાલક્ષ્મી રાજયોગ’ જ્યોતિષીય દ્રષ્ટિએ અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. જ્યારે ઉર્જાનો કારક મંગળ અને મનનો કારક ચંદ્ર એકસાથે મકર રાશિમાં બિરાજમાન થશે, ત્યારે આ દુર્લભ યોગનું નિર્માણ થશે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ, ચંદ્ર-મંગળની યુતિથી બનતો આ યોગ વ્યક્તિને આર્થિક રીતે સક્ષમ બનાવવાની સાથે સમાજમાં પ્રતિષ્ઠા પણ અપાવે છે. મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર જ્યારે કુંડળીમાં ચંદ્ર અને મંગળ એક જ રાશિમાં યુતિ (જોડાણ) કરે છે, ત્યારે તેને ‘મહાલક્ષ્મી યોગ’ કહેવામાં આવે છે. મંગળ સાહસ અને શક્તિનો પ્રતીક છે, જ્યારે ચંદ્ર શાંતિ અને શીતળતાનો. આ બંનેનો સંગમ જાતકને અત્યંત ઉર્જાવાન અને આર્થિક રીતે સમૃદ્ધ બનાવે છે.
મકર:

મકર રાશિના જાતકો માટે આ રાજયોગ તમારી જ રાશિના લગ્ન ભાવમાં બની રહ્યો છે. તમારા આત્મવિશ્વાસમાં અદભૂત વધારો થશે. જો કોઈ કામ લાંબા સમયથી અટવાઈ રહ્યા હશે તો કામો લાંબા સમયથી અટવાયેલા હતા તે ગતિ પકડશે અને સમાજમાં તમારું માન-સન્માનમાં વધારો થઈ રહ્યો છે.
વૃષભ:

વૃષભ રાશિના જાતકો માટે બની રહેલો મહાલક્ષ્મી રાજયોગ તમારા ભાગ્ય સ્થાનમાં આ યોગ બની રહ્યો હોવાથી નસીબના દ્વાર ખુલશે. કરિયરમાં પ્રગતિની નવી તકો મળશે અને જૂના રોકાણોમાંથી મોટો ધન લાભ થવાની શક્યતા છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે પણ આ સમય સાનુકૂળ રહેશે.
મેષ:

મેષ રાશિના જાતકો માટે તમારા કર્મ ભાવ એટલે કે દસમા ભાવમાં આ યોગ બની રહ્યો છે. નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારાના મજબૂત સંકેતો છે. વેપાર કરી રહેલાં વેપારીઓ માટે આ સમયગાળો નવા ઓર્ડર અને વ્યવસાયના વિસ્તરણ માટે શ્રેષ્ઠ સાબિત થશે.


