24 કલાક બાદ બનશે પાવરફૂલ રાજયોગ, ચાર રાશિના જાતકો માટે શરૂ થશે ગોલ્ડન પીરિયડ… | મુંબઈ સમાચાર
રાશિફળ

24 કલાક બાદ બનશે પાવરફૂલ રાજયોગ, ચાર રાશિના જાતકો માટે શરૂ થશે ગોલ્ડન પીરિયડ…

હાલમાં શારદીય નવરાત્રિ ચાલી રહી છે અને દેશભરમાં માતૃભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. પહેલી ઓક્ટોબરના નવરાત્રિનું સમાપન થશે અને બીજી ઓક્ટોબરના દશેરાની ઉજવણી કરવામાં આવશે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરીએ તો આ વખતની શારદીય નવરાત્રિ ગ્રહ અને ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વની રહેશે કારણ કે આ સમયે ચંદ્રમા અને મંગળની યુતિ થઈને ખાસ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે.

પંચાગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આવતીકાલે એટલે કે 24મી સપ્ટેમ્બરના ચંદ્રમા તુલા રાશિમાં ગોચર કરશે અને તુલા રાશિમાં મંગળ પહેલાંથી બિરાજમાન છે. જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને સૌથી ઝડપથી ગોચર કરતો ગ્રહ ગણાવવામાં આવ્યો છે કારણ કે તે અઢી દિવસમાં એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે, જેને કારણે કોઈને કોઈ ગ્રહ સાથે તેની યુતિ થતી રહે છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ (23-09-25): આ બે રાશિના જાતકોને આજે થશે અપરંપાર ધનલાભ, જોઈ લો તમારી રાશિના શું છે હાલ?

24 કલાક બાદ તુલા રાશિમાં મંગળ અને ચંદ્રની યુતિ થતાં મહાલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. શારદીય નવરાત્રિ દરમિયાન બની રહેલાં આ યોગથી તમામ રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે, પણ કેટલીક એવી રાશિઓ પણ છે કે જેમને વિશેષ લાભ થઈ રહ્યો છે-


સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેશે. આ સમયે આ રાશિના જાતકોને પ્રગતિ અને માન-સન્માન મળી રહી છે. કામના સ્થળે તમારા પ્રયાસોની સફળતા મળશે અને વખાણ પણ થશે. ભાગ્યનો સાથ મળી રહ્યો છે. આ સમયે રોકાણથી પણ સારો એવો લાભ થઈ રહ્યો છે.


તુલા રાશિના જાતકો માટે નવરાત્રિ દરમિયાન મહાલક્ષ્મી રાજયોગ વિશેષ લાભદાયી રહેવાનો છે. આ સમયે આ રાશિના જાતકોને કામના સ્થળે નવી નવી તક મળશે. બિઝનેસમાં પણ તમારી પ્રગતિ થઈ રહી છે. પાર્ટનરશિપથી ચાલી રહેલાં બિઝનેસમાં લાભ થઈ રહ્યો છે. પ્રવાસ પર જવાના યોગ બની રહ્યા છે, જેનાથી ભવિષ્યમાં લાભ થશે. અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે.


તુલા રાશિમાં બની રહેલાં મહાલક્ષ્મી રાજયોગને કારણે કરિયર અને આર્થિક દ્રષ્ટિએ સફળતા મળી રહી છે. આ સમયે તમને સારા સમાચાર સાંભળવા મળી રહ્યા છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પણ પૂરા થઈ રહ્યા છે. નવા પ્રોજેક્ટની શરૂઆત માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેવાનો છે. પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.


કુંભ રાશિના જાતકો માટે નવરાત્રિ દરમિયાન બની રહેલો આ રાજયોગ અચ્છે દિન લાવી રહ્યો છે. જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થશે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. આ સમયે મા લક્ષ્મીની સાથે સાથે મા દુર્ગાના આશિર્વાદ પણ મળી રહ્યા છે. કોઈ નવી નોકરીની ઓફર આવી શકે છે, જેને કારણે તમને લાભ થઈ રહ્યો છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button