24 કલાક બાદ ગુરુ કરશે ગોચર, ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય…

અઠવાડિયાના સાતેય દિવસ કોઈને કોઈ દેવી-દેવતાઓને સમર્પિત હોય છે. ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે અને એટલે જ આ દિવસે તેમની પૂજા-અર્ચના કરવાનું વિશેષ મહત્ત્વ છે. હિંદુશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દેવગુરુ બૃહસ્પતિ એટલે કે ગુરુ સમયાંતરે અલગ અલગ રાશિમાં ગોચર કરે છે અને 13મી ઓગસ્ટના એટલે કે આવતીકાલે ગુરુ મિથુન રાશિમાંથી ગોચર કરીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે.
ગુરુના કર્ક રાશિમાં થઈ રહેલાં ગોચરથી કેટલીક રાશિના ભાગ્યનો ઉદય થઈ રહ્યો છે. આ રાશિના જાતકોની કિસ્મત ચમકી ઉઠશે. ચાસો જોઈએ કઈ છે આ રાશિના જાતકો કે જેમને ગુરુના રાશિ પરિવર્તનથી પારાવાર લાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-

વૃષભ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આ સમયે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ રહ્યો છે. માન-સન્માનમાં વધારો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. તમે તમારા વાણીના પ્રભાવથી લોકોનું મન જિતવામાં સફળ થશો. પૈસા એકત્રિત કરવામાં પણ સફળતા મળશે. બગડી રહેલાં કામ પણ બનશે. બિઝનેસ કરી રહેલાં લોકોને આ સમયે લાભ થઈ રહ્યો છે.

મિથુન રાશિના જાતકો માટે ગુરુનું થઈ રહેલું ગોચર ખૂબ જ લાભદાયી સાબિત થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય અનુકૂળ રહેશે. પ્રવાસ કરવા માટે આ સમય અએકદમ અનુકૂળ છે. આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. કોઈ જગ્યાએ એટકી પડેલાં પૈસા પાછા મળી શકે છે. અપરંપાર ધનલાભ થઈ રહ્યો છે.

કર્ક રાશિના જાતકોની તમામ ઈચ્છા આ સમયે પૂરી થઈ રહી છે. વિદેશયાત્રાના યોગ બની રહ્યા છે. યાત્રાથી તમને લાભ થશે. તમારા દુશ્મનને તમે સરળતાથી મ્હાત આપશો. પરિવાર સાથે હસી-ખુશી સમય પસાર કરશો. સંતાન તરફથી સારા સમાચાર સાંભળવા મળશે. ભાગ્યનો સાથ મળશે.
આ પણ વાંચો…આજથી શરૂ થશે આ રાશિના જાતકોના અચ્છે દિન, ધનના ઢગલાંમાં આળોટશે…