ગુરુ કરશે નક્ષત્ર પરિવર્તન, ઓગસ્ટ સુધી આ રાશિના જાતકો માટે શરૂ થશે Goody Goody Time…

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચર કરવાના સમયગાળા વિશે ખૂબ જ વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પર એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરીને અલગ અલગ યોગનું નિર્માણ કરે છે, જેની તમામ રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા મળે છે. આવું જ એક ગોચર પાંચ દિવસ બાદ થવા જઈ રહ્યું છે. આ ગોચરને કારણે અમુક રાશિના જાતકોનું સૂતેલું ભાગ્ય જાગી ઉઠશે. આવો જોઈએ કયું છે આ ગોચર અને એને કારણે કઈ રાશિના જાતકોને થશે લાભ…
Buddhaditya Yog: આગામી સાત દિવસ સુધી સૂર્ય-બુધ કરાવશે આ રાશિના જાતકોને જલસા જ જલસા…
હાલમાં ગુરુ રોહિણી નક્ષત્રમાં બિરાજમાન છે અને પાંચ દિવસ બાદ એટલે કે 28મી જૂનના દેવતાઓનો ગુરૂ એવો ગુરૂ ગ્રહ 2.53 કલાકે ગુરુ રોહિણી નક્ષત્રના બીજા સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે અને 20મી ઓગસ્ટના સાંજે 5.22 કલાક સુધી તેઓ આ જ નક્ષત્રમાં બિરાજમાન રહેશે. ગુરૂની આ અવસ્થાનો કેટલીક રાશિઓને ફાયદો થઈ રહ્યો છે. ચાલો જોઈએ આ સ્થિતિમાં ગુરૂ કોને કોને લાભ કરાવી રહ્યા છે-
ગુરૂનું રોહિણ નક્ષત્રના બીજા સ્થાનમાં ગોચરને કારણે મિથુન રાશિના જાતકોને ફાયદો થઈ રહ્યો છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પણ ફરી શરૂ થઈ રહ્યા છે. બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહેલાં લોકોને પણ આને કારણે ફાયદો થઈ રહ્યો છે. આવકના નવા નવા સ્રોત ખુલી રહ્યા છે. આર્થિક સ્થિતિ પણ મજબૂત બની રહ્યા છે. બચત કરવામાં સફળતા મળશે.
સિંહ રાશિના જાતકો માટે ગુરુનું આ નક્ષત્ર ગોચર લાભદાયી સાબિત થવાનું છે. કામના સ્થળે તમારા કામની પ્રશંસા થઈ શકે છે. તમારા કામને ધ્યાનમાં લઈને તમારું પ્રમોશન થવાનું કે કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે. ઉચ્ચ અધિકારીઓ સાથે પણ તાળમેળ સારો રહેશે.
આ રાશિના લોકોને પણ ગુરુ ખૂબ જ લાભ કરાવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકો પરિવાર સાથે સારો એવો સમય પસાર કરશે. લાંબા સમયથી જો તમારી કોઈ ઈચ્છા અધૂરી રહી હશે તો તે પણ આ સમયે પૂરી થઈ શકે છે.