
એ વાત તો આપણે બધા જ ખૂબ સારી રીતેથી જાણીએ છીએ કે જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ નિર્ધારિત સમય પર રાશિ પરિવર્તન કરે છે અને આ રાશિ પરિવર્તનની સાથે સાથે જ વિવિધ યોગનું નિર્માણ થાય છે. આ યોગ સારા-નરસા બંને હોય છે અને તેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે. આ જ અનુસંધાનમાં દેવગુરુ ગ્રહ ગુરુ જે હાલ મેષ રાશિમાં વક્રી છે તે આ મહિનાના અંતમાં એટલે કે 31મી ડિસેમ્બર 2023ના રોજ માર્ગી થઈ રહ્યા છે. હવે ગુરુ મેષ રાશિમાં ફરીથી માર્ગી થઈ રહ્યા છે જેને કારણે કેટલી રાશિઓના અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. નવા વર્ષની શરૂઆતમાં જ આ રાશિના જાતકોનું સૂતેલું ભાગ્ય ચમકી જશે. ચાલો, સમય વેડફ્યા વિના જાણીએ કે કઈ છે આ રાશિઓ-

કર્ક રાશિના લોકો માટે ગુરુ ફરીથી મેષ રાશિમાં માર્ગી થઈ રહ્યા છે જેને કારણે આ રાશિના જાતકોને કારકિર્દીમાં સફળતા અપાવશે. એટલું જ નહીં પણ આ રાશિના જાતકોએ કરેલાં દરેક કાર્યની પ્રશંસા થશે અને નવી-નવી તક મળશે. આ સમય દરમિયાન પ્રોપર્ટી કે વેહિકલ ખરીદવાની ઈચ્છા પૂરી થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન વિદેશ જવાની તક પણ મળી શકે છે. પાર્ટનરશિપમાં ચાલી રહેલાં બિઝનેસમાં સારો એવો નફો થઈ રહ્યો છે.

આ રાશિના લોકો માટે આજે પણ ફરીથી ગુરુનું માર્ગી થવું લાભદાયી સાબિત થવાનું છે. મેષ રાશિમાં ગુરુનું માર્ગી થવું સિંહ રાશિના લોકોની આવક વધારો કરશે. વેપારીઓને વેપારમાં પુષ્કળ નફો થઈ રહ્યો છે. વધુ આવકના નવા નવા રસ્તા ખુલી રહ્યા છે. નોકરિયાત વર્ગના લોકોને નવી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે.

ગુરુનું માર્ગી થવું કન્યા રાશિના લોકોને શાનદાર તક અપાવશે. આ સમય દરમિયાન આવક વધશે. રોકાણ માટે સારો સમય. સારું રિટર્ન મળશે. પરિવારનો સહયોગ મળશે. જે લોકો લગ્નનો વિચાર કરી રહ્યા છે તેમના લગ્ન નક્કી થઈ શકે છે.

ધન રાશિના જાતકો માટે પણ ગુરુનું માર્ગી થવું જીવનમાં પણ સુખ-સમૃદ્ધિ અને ખુશીઓ લાવશે. આ રાશિના લોકોને કારકિર્દીમાં પ્રગતિની તક મળશે. આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનતી દેખાઈ રહી છે. લવ લાઈફ સારી રહેશે. નવા વર્ષમાં વેપાર નો વિસ્તાર થશે.

મીન રાશિનો સ્વામી જ ગુરુ ગ્રહ છે અને તેના મેષ રાશિમાં ફરી માર્ગી આ રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. મીન રાશિના લોકોને આર્થિક બાબતોમાં અણધારી સફળતા મળી રહી છે. કમાણીને સારી સારી તકો મળી રહી છે. બિઝનેસ સાથે સંકળાયેલા લોકને બિઝનેસમાં પણ લાભ જ લાભ થઈ રહ્યો છે. લોકોના લગ્ન નક્કી થઈ શકે છે.