આમચી મુંબઈરાશિફળ

લગ્નોત્સુક લોકો માટે આ મહિનો છે છેલ્લી આશા, નહીં તો ચાર મહિના જોવી પડશે રાહ…

મુંબઈઃ હાલમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને જૂન મહિનો શરુ થઈ ગયો છે. જૂન મહિનાની વાત કરીએ તો જૂન મહિનામાં સૌથી ઓછા લગ્નના મુહૂર્ત છે અને જો આ મુહૂર્તમાં લગ્ન નહીં થાય તો પાંચ મહિના સુધી લગ્નના કોઈ બીજા મુહૂર્ત નથી. આ મહિનામાં પણ શરૂઆતના 9 દિવસમાં લગ્ન માટે પાંચ મુહૂર્ત હોવાની માહિતી સામે આવી રહી છે.

છઠ્ઠી જુલાઈના દેવશયની એકાદશીના દિવસે સૃષ્ટિનું સંચાલન કરનારા વિષ્ણુજી ચાર મહિના માટે સૃષ્ટિ સંચાલનની જવાબદારી દેવાધિદેવ મહાદેવજીને સોંપીને શયન મુદ્રામાં જતા રહે છે એટલે જ તેને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. દેવો સૂઈ જાય એટલે ધરતી પરના વિવાહ, ગૃહપ્રવેશ જેવા કોઈ પણ માંગલિક કાર્યક્રમ વર્જિત હોય છે. ચાર મહિના બાદ દેવો ઉઠે ત્યારે દેવઉઠી એકાદશી પર ફરી માંગલિક કાર્યક્રમો શરૂ થાય છે.

મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 9મી જૂનના દેવગુરુ બૃહસ્પતિ એટલે કે ગુરુ એક મહિના માટે અસ્ત થવા જઈ રહ્યા છે. ત્યાર બાદ ચાર મહિના અને 22 દિવસ માટે માંગલિક કાર્યો બંધ રહેશે. જૂન મહિનાના દિવસો ગરમ અને લાંબા હોય છે , પરંતુ આ જ દિવસો ખુશીઓ અને વિકાસ લઈને આવે છે, પરંતુ આ વખતે જૂન મહિનામાં લગ્નના ખૂબ જ ઓછો મુહૂર્ત છે. આવો જોઈએ ક્યારે ક્યારે રેલાશે શરણાઈના સૂર..

હિંદુ કેલેન્ડર અનુસાર જૂન મહિનામાં 2, 4, 5, 7 અને 8 એમ પાંચ જ મુહૂર્ત છે. જૂન મહિનામાં વિવાહના ખૂબ જ ઓછા મુહૂર્ત છે અને એનું કારણ છે ગ્રહોની સ્થિતિ. ટૂંકમાં કહીએ તો જૂન મહિનાની શરૂઆતના દિવસોમાં જ વિવાહના ખૂબ જ સારા મુહૂર્ત હોય છે, પરંતુ એના બાદમાં લગ્નના બીજા કોઈ મુહૂર્ત નથી હોતા. જૂન મહિનામાં લગ્નના ઓછા મુહૂર્તનું કારણ છે ગુરુનું અસ્ત થવું. ગુરુ 10મી જૂના અસ્ત થઈ રહ્યા છે અને આગામી એક મહિના સુધી ગુરુ અસ્ત રહેશે. 6ઠ્ઠી જુલાઈ સુધી લગ્નના આગામી કોઈ મુહૂર્ત નથી.

9મી જૂન બાદ આગામી 145 દિવસ સુધી લગ્ન માટે કોઈ પણ સારું મુહૂર્ત નહીં હોય અને તમામ માંગલિક કાર્યક્રમો પણ વર્જિત રહેશે. પહેલી નવેમ્બર, 2025 બાદ એટલે કે દેવ ઉઠી એકાદશી બાદ જ વિવાહ વગેરે માંગલિક કાર્યક્રમો ફરી શરુ થશે.

આપણ વાંચો : 2025માં કઈ જોડી બંધાશે લગ્નના બંધનમાં, જાણો કોના ઘરે રેલાશે પહેલાં શરણાઈના સૂર…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button