નવેમ્બરમાં દેવગુરુ થશે વક્રી, ત્રણ રાશિના જાતકોનો થશે ભાગ્યોદય, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને એક ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે અને એ જ રીતે ગુરુ ગ્રહને દેવતાઓના ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં દેવગુરુ ગુરુ નવેમ્બર મહિનામાં વક્રી થવા જઈ રહ્યા છે. જેને કારણે કેટલીક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 18મી ઓક્ટોબરના ગુરુએ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં ગોચર કર્યું હતું. હવે ગુરુ કર્ક રાશિમાં બિરાજમાન થઈને પાંચમી દ્રષ્ટિથી મંગળ અને નવમી દ્રષ્ટિથી ન્યાયના દેવતા શનિ પર દ્રષ્ટિ નાખી રહ્યા છે. 11મી નવેમ્બરના ગુરુ કર્ક રાશિમાં જ વક્રી થશે અને પાંચમી ડિસેમ્બર સુધી કે કર્ક રાશિમાં જ રહેશે. ત્યાર બાજ તેઓ મિથુન રાશિમાં વક્રી થઈને 11મી માર્ચના પાછા માર્ગી થશે.
આવી સ્થિતિમાં કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે, ભાગ્યનો સાથ મળી રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યાશાળી રાશિઓ-

મકર રાશિના જાતકોને ગુરુના વક્રી થવાને કારણે લાભ જ લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોના જીવનમાં ખુશહાલી આવશે. વૈવાહિક જીવન પણ હસી-ખુશીથી ભરપૂર રહેશે. નોકરી કરી રહેલાં લોકો માટે આ સમય સારો રહેશે. નવી નવી તક મળશે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન વગેરે મળી શકે છે. આવકમાં વૃદ્ધિ થતાં મન પ્રસન્ન રહેશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

કન્યા રાશિના જાતકો માટે આ સમય શુકનિયાળ રહેશે. ઘર, વાહન કે પ્રોપર્ટી વગેરે ખરીદી શકો છો. કરિયરની દ્રષ્ટિએ આ સમયગાળો અનુકૂળ રકહેશે. માતા સાથે સારો સમય પસાર કરશો. સંતાનના કરિયર સંબંધિત કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો. તમારા શત્રુઓ પર આ સમયે સરળતાથી વિજય હાંસિલ કરશો. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત થશે. નોકરી કરી રહેલાં લોકોને ઉપરી અધિકારીનો સાથ-સહકાર મળશે.

વૃષભ રાશિના જાતકો માટે આ સમયગાળો અપરંપાર સફળતા અપાવનારો રહેશે. પૂજા-પાઠ ધાર્મિક કાર્યમાં રસ વધી રહ્યો છે. વૈવાહિક જીવનમાં મુધરતા રહેશે. કોઈ જૂના મતભેદનો નિવેડો આવી શકે છે. લાંબા સમયથી કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેમાંથી મુક્તિ મળશે. સંતાન પાસેથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
આપણ વાંચો: 200 વર્ષ બાદ નવેમ્બર મહિનામાં સર્જાશે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકોને થશે લાભ જ લાભ….
 
 
 
 
