ન્યાયના શનિ દેવતા કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ગતિ વિશે વિસ્તારથી વાત કરવામાં આવી છે અને એમાં સૌથી વધુ ઝડપથી ગોચર કરતાં ગ્રહની વાત કરીએ તો તે ચંદ્ર છે અને સૌથી ધીમી ગતિએ ગોચર કરતાં ગ્રહની વાત કરીએ તો તે છે શનિ. શનિને ન્યાયના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે. શનિ સૌથી ધીમી ગતિએ ગોચર કરતો હોવાને કારણે તેની સારી કે માઠી અસર પણ લાંબા સમય સુધી રહે છે. શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે અને જે રીતે શનિનું રાશિ પરિવર્તન મહત્ત્વનું હોય છે એ જ રીતે તેનું નક્ષત્ર પરિવર્તન પણ મહત્ત્વનું હોય છે. વર્ષ 2024 પૂરું થાય તે પહેલા શનિ પોતાનું નક્ષત્ર બદલશે. શનિનું નક્ષત્ર પરિવર્તન ત્રણ રાશિના લોકો માટે મહત્વપૂર્ણ રહેવાનું છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર સાત દિવસ બાદ એટલે કે 27મી ડિસેમ્બરના રાતે 10.42 કલાકે શનિ શતભિષા નક્ષત્રમાંથી નીકળીને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર એ 27 નક્ષત્રોમાં 25માં નંબર પર આવે છે અને તેના સ્વામી ગુરુ છે. પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં શનિનો પ્રવેશ ત્રણ રાશિના લોકોની બગડેલી તકદીર સુધારી દેશે. આ રાશિના લોકોને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. ચાલો, જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
તુલા:
તુલા એ શુક્રની રાશિ છે અને તેમાં ન્યાયના દેવતા શનિ ઉચ્ચ અને શક્તિશાળી બની જાય છે, જેને કારણે તે શુભ પરિણામ આપે છે. શનિનું નક્ષત્ર પરિવર્તન આ રાશિના જાતકોની ભૌતિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ કરશે. જીવનશૈલીમાં સુધારો થશે. માન-સન્માનમાં સુદારો જોવા મળશે. આવકમાં જબરદસ્ત વૃદ્ધિ થશે. કામકાજનો વિસ્તાર થશે. આર્થિક સ્ત્રોત વધશે. માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કાયદાકીય બાબતોમાં પણ જિત મળી રહી છે.
ધન:
ધન રાશિના જાતકો માટે આ નક્ષત્ર પરિવર્તન પ્રગતિના નવા નવા દ્વાર ખોલનારું સાબિત થશે. શનિ દેવની કૃપાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. કરિયરમાં સફળતા મળશે. મહેનતનું ફળ મળશે. કાર્યક્ષેત્રમાં પ્રમોશન સાથે નવી જવાબદારી મળી શકે છે. આવકમાં વધારો થશે. ધન લાભના નવા સ્ત્રોત વિકસિત થશે. સંપત્તિ સંબંધિત નિર્ણય સમજવી વિચારીને લેવાથી લાભ થશે. આર્થિક સ્થિતિ સુધરશે. સ્વાસ્થ્યમાં સકારાત્મક ફેરફાર આવશે, જેને કારણે મન પ્રસન્ન રહેશે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (20-12-24): સિંહ, કન્યા અને મકર રાશિના જાતકોને આજે મળશે કોઈ Good News…
કુંભ:
કુંભ રાશિના જાતકો માટે શનિનું આ નક્ષત્ર પરિવર્તન શનિ હાલ કુંભ રાશિમાં જ ગોચર કરે છે જે તેની મૂળ ત્રિકોણ રાશિ છે. શનિના નક્ષત્ર પરિવર્તનથી આ રાશિના લોકોને કારકિર્દી અને વેપારમાં સફળતા મળવાના યોગ બનશે. ભાગીદારીના કામોમાં તેજી આવશે. કારકિર્દીમાં ઉન્નતિની તક પ્રાપ્ત થશે. નોકરીમાં આવક વધે તેવી સંભાવના. અચાનક ધન લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. ઘર-પરિવારમાં આજે આનંદ, હસી-ખુશીનો માહોલ જોવા મળશે.