ગ્રહોના રાજા સૂર્ય કરશે ગોચર, છ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને આ ગોચરની સારી-નરસી અસર જોવા મળે છે. સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તે દર મહિને ગોચર કરે છે. સૂર્યનો એક રાશિચક્ર પૂરું કરવા માટે એક વર્ષનો સમય લાગે છે. આવતા મહિને એટલે કે 15મી ડિસેમ્બરના સૂર્યદેવ ગોચર કરીને ધન રાશિમાં ગોચર કરશે. સૂર્યદેવના આ ગોચરથી જ ખરમાસ પણ શરુ થઈ જશે. સૂર્યનું આ થઈ રહેલું ગોચર અમુક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી રહેવાનું છે. ચાલો જોઈએ આખરે 15મી ડિસેમ્બરના સૂર્ય ક્યારે ગોચર કરશે.
સૂર્યદેવ 15મી ડિસેમ્બરના રાતે 09.56 મિનિટે ધન રાશિમાં ગોચર કરશે અને આ સાથે જ ખરમાસ એટલે કે કમૂર્તા પણ શરૂ થઈ જશે. ખસમાસમાં વિવાહ, મુંડન, ગૃહ પ્રવેશ જેવા માંગલિક કાર્ય વર્જ્ય હોય છે. પરંતુ સૂર્યનું રાશિ પરિવર્તન અમુક રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષઃ
મેષ રાશિના જાતકો માટે ધન રાશિમાં થઈ રહેલું સૂર્યનું ગોચર લાભદાયી સાબિત થશે. કરિયરમાં સફળતા મળશે. બિઝનેસ કરી રહેલાં આ રાશિના જાતકોને ભરપૂર લાભ મળશે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. પ્રવાસ પર જવાના યોગ બની રહ્યા છે.
મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર જીવનમાં ખુશહાલી લઈને આવશે. આ રાશિના જાતકોને કરિયર અને પારિવારિક જીવનમાં સફળતા મળશે. લવલાઈફ પણ સારી રહેશે. બિઝનેસમાં મિત્રોનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. પાર્ટનરશિપમાં બિઝનેસ કરશો તો ફાયદામાં રહેશો.
સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચન ખૂબ જ સારું અને શુકનિયાળ રહેશે. આ રાશિના જાતકો કોઈ નવી યોજના શરૂ કરશે તો તેમાં ચોક્કસ લાભ થશે. કરિયરમાં પણ સફળતા મળશે. તમારી ચતુરાઈ અને કુશળતાથી જીવનમાં આગળ વધશો. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. આ સમયે થોડી બચત કરવામાં સફળતા મળશે.
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે ધન રાશિમાં સૂર્યનું ગોચર સારું રહેશે. આ સમયે યાત્રા, સંબંધો અને ધનલાભ થવાના યોગ છે. પારિવારિક સંબંધોમાં મજબૂતી આવશે. કરિયરમાં પણ સફળતા મળશે. પ્રવાસ પર જવાના યોગ બની રહ્યા છે. પાર્ટનરશિપમાં વેપાર કરી રહેલાં લોકો માટે આ સમય સારો રહેશે.
વૃશ્ચિકઃ
ધન રાશિમાં થઈ રહેલું સૂર્યનું ગોચર આ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. નોકરી કરી રહેલાં આ રાશિના જાતકો માટે પ્રગતિના દ્વાર ખુલી રહ્યા છે. સખત મહેનત કરશો તો સારા પરિણામો રહેશે. બિઝનેસમાં પણ પાર્ટનરશિપથી સારો એવો લાભ થશે. બચત કરવામાં પણ સફળતા મળશે.
આ પણ વાંચો :આજનું રાશિફળ (29-11-24): કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
ધનઃ
ધન રાશિમાં જ સૂર્યનું ગોચર થઈ રહ્યું છે એટલે આ રાશિના જાતકોને વિશેષ લાભ થશે. આ રાશિના જાતકોને કરિયરમાં સફળતા મળી રહી છે. પારિવારિક જીવન સારું રહેશે. વૈવાહિક જીવનમાં પણ મજબૂતી આવશે. આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ વધારે મજબૂત થશે. નોકરી કરી રહેલાં લોકો માટે આ સમય સારો રહેશે.