નેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

સૂર્ય એક-બે નહીં ત્રણ-ત્રણ વખત કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોને મોજા હી મોજા…

વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા સૂર્ય રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનની 12-12 રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. સૂર્યના ગોચરની શુભ અને અશુભ બંને અસર જોવા મળશે. ડિસેમ્બર મહિનામાં સૂર્ય 3 વખત નક્ષત્ર પરિવર્તન કરશે. જેની અમુક રાશિ પર ખાસ અસર જોવા મળશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે.
મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આવતા મહિને સૂર્ય બીજી ડિસેમ્બર, પંદરમી ડિસેમ્બર અને 29મી ડિસેમ્બરના નક્ષત્ર પરિવર્તન કરશે. ત્યાર બાદ સૂર્ય નવા વર્ષે એટલે કે 2025માં ગોચર કરશે. સૂર્યનું આ એક જ મહિનામાં ત્રણ વખત નક્ષત્ર પરિવર્તન કરવું અમુર રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

મેષઃ

મેષ રાશિના જાતકો માટે સૂર્ય નક્ષત્રમાં પરિવર્તન ધનમાં થશે. ફક્ત બિનજરૂરી વસ્તુઓથી અંતર રાખો. સફળતા તરફ પગલાં ભરશે. લોકો પાસેથી બુરાઈ મળી શકે છે પરંતુ તે ફક્ત તમારા કામ અને મહેનત લગનના કારણે થશે. આવી સ્થિતિમાં ચિંતા ન કરો પરંતુ મહેનત પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેશો, સમાજમાં નવી ઓળખ મળશે.

આ પણ વાંચો :આજનું રાશિફળ (28-11-24): આ ત્રણ રાશિના જાતકોની આર્થિક સમસ્યા આજે થશે દૂર, જાણો શું છે તમારી રાશિના હાલ

કન્યાઃ

A rare Mahalakshmi Yoga happened, the grace of Maa Lakshmi will shower on the four zodiac signs...

કન્યા રાશિના જાતકો માટે પણ સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન શુસાબિત થશે. મતભેદ દૂર થશે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી તમને રાહત મળશે. નોકરી અને વ્યવસાય સંબંધિત લાભ થવાનો યોગ છે. તમને ટૂંક સમયમાં તમારી મહેનતનું ફળ મળશે. આર્થિક મજબૂતી આવશે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે.

મીનઃ

meen

મીન રાશિ માટે સૂર્ય નક્ષત્રમાં પરિવર્તન લાભદાયક રહેશે. સંતાનથી સુખ પ્રાપ્ત થશે. તમે સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો. વેપારમાં પ્રગતિ સાથે સંપત્તિમાં વધારો થશે. નોકરી કરતા લોકોને નવા વર્ષ પહેલા કંઈક સારું સાંભળવા મળી શકે છે. આવકમાં વધારો કે પ્રમોશન થવાની શક્યતા છે. નવા વર્ષ પહેલા માલામાલ થવાનો યોગ બની રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button