Mahashivratri પર જાણો ભગવાન શિવજીને કઈ કઈ રાશિઓ છે પ્રિય? જોઈ લો શું છે તમારી રાશિ પણ છે ને…

આવતીકાલે મહાશિવરાત્રિ છે અને હિંદુ ધર્મમાં મહાશિવરાત્રિનું એક અલગ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસ ભગવાન શિવની પૂજા કરીને તેમને પ્રસન્ન કરવાનો દિવસ છે. મહાદેવને ભોળાનાથ પણ કહેવામાં આવે છે, કારણ કે તેઓ ખૂબ જ ભોળા છે અને તેમને પ્રસન્ન કરવાનું ખૂબ જ સહેલું છે. આજે મહાશિવરાત્રિના પાવન અવસર પર અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ભગવાન ભોળાનાથની પાંચ રાશિઓ વિશે કે જેમના પર ભગવાન ભોળાનાથની કૃપા વરસે છે. આવો જોઈએ કઈ છે આ રાશિઓ-
મેષઃ

મેષ રાશિના સ્વામી મંગળ છે અને આ રાશિના જાતકો પર બજરંગબલિ હનુમાનની વિશેષ કૃપા રહે છે. હનુમાનજીને ભગવાન શિવનો જ અવતાર માનવામાં આવે છે અને એટલે જ મેષ રાશિ ભગવાન શિવની મનગમતી રાશિઓમાંથી એક છે. આ રાશિના જાતકો પર ભોળાનાથની એટલી કૃપા રહે છે કે તેમના અટકી પડેલાં કામ પણ પૂરા થાય છે. આ રાશિના જાતકોને કરિયર અને બિઝનેસમાં ખૂબ જ ફાયદો થાય છે.
કર્કઃ

કર્ક રાશિ પણ ભગવાન શિવની પ્રિય રાશિમાંથી એક છે. આ રાશિના સ્વામી ચંદ્રમા છે અને ભગવાન શંકરે ચંદ્રમાને મસ્તક પર ધારણ કર્યું છે. સ્વાભાવિક છે કે કર્ક રાશિના જાતકો શિવજીને ખૂબ જ વ્હાલા હોય છે. આ રાશિના જાતકો ખૂબ જ હસમુખ, સહનશીલ અને ધૈર્યવાન હોય છે. આ રાશિના જાતકો ખૂબ જ સરળતાથી દરેક મુશ્કેલીનો સામનો કરીને બહાર આવે છે.
તુલાઃ

તુલા રાશિના સ્વામી શુક્ર છે અને ભગવાન શિવજીને પ્રિય રાશિઓમાં તુલા રાશિનો સમાવેશ થાય છે. શિવજીની કૃપાથી આ રાશિના જાતકો ખૂબ જ શાનદાર જીવનજીવે છે અને તેમને જીવનમાં ક્યારેય ધન-દૌલતની કમી નથી થતી. આ સાથે જ આ રાશિના જાતકો આકર્ષક પર્સનાલિટીના માલિક હોય છે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (25-02-25): મેષ, કન્યા સહિત ચાર રાશિના જાતકોને મળશે કોઈ Good News…
મકરઃ

મકર રાશિના સ્વામી શનિ મહારાજ છે અને શનિ ભગવાન શિવને પોતાના આરાધ્ય માને છે. શિવજીની આરાધના કરનારાઓનું શનિ પણ કંઈ બગાડી શકતા નથી. દરેક મુશ્કેલ સમયમાં ભગવાન શિવ આ રાશિના જાતકોની મદદ કરવા આવી પહોંચે છે. ટૂંકમાં ભગવાન શિવ આ રાશિના જાતકો પર મહેરબાન રહે છે.
કુંભઃ

કુંભ રાશિના સ્વામી પણ શનિદેવ છે અને આ રાશિના જાતકો પણ ભગવાન શિવજીને ખૂબ જ પ્રિય હોય છે. કુંભ રાશિના જાતકો સાચ્ચા, ઈમાનદાર અને બીજાની ભલાઈ કરનારા હોય છે. આ જ કારણે શિવજી હંમેશા આ રાશિના જાતકો પર મહેરબાન રહે છે. શિવજી આ રાશિના જાતકોના માન-સન્માનમાં હંમેશા વૃદ્ધિ કરે છે.