વર્ષના અંતમાં થશે શુક્ર-શનિની મહાયુતિ, આ રાશિના જાતકો પર થશે છપ્પરફાડ ધનવર્ષા…
હાલમાં ન્યાયના દેવતા ગણાતા શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે અને વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં ગ્રહોના સેનાપતિ શુક્ર પણ કુંભ રાશિમાં ગોચર કરશે. જેને કારણે કુંભ રાશિમાં શુક્ર અને શનિની મહાયુતિ થઈ રહી છે. આ મહાયુતિને કારણે અનેક રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકો પર પૈસાનો વરસાદ થશે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર શુક્રનું ગોચર 28મી ડિસેમ્બરના કુંભ રાશિમાં થઈ રહ્યું છે અને ન્યાયના દેવતા શનિ તો કુંભ રાશિમાં જ બિરાજમાન છે. શુક્રના ગોચરથી શનિ અને શુક્ર કુંભ રાશિમાં એક સાથે આવી જશે. વર્ષના અંતમાં શુક્ર અને શનિની થઈ રહેલી આ યુતિ ખૂબ જ ખાસ ગણાઈ રહી છે, જેને કારણે તમામ રાશિના જાતકોને લાભ થશે, પરંતુ કેટલીક એવી રાશિઓ છે કે જેને આ યુતિને કારણે વિશેષ લાભ થશે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે શુક્ર-શનિની યુતિથી લાભ થઈ રહ્યો છે. વર્ષના અંતમાં નવા કામની શરૂઆત કરશો. આ સમયે આ રાશિના જાતકોને પુષ્કળ ધનલાભ થશે. વેપાર-ધંધો સારો રહેશે. દાંપત્ય જીવનમાં પણ ખુશહાલી આવશે. આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ વધારે મજબૂત થશે.
તુલાઃ
શુક્ર અને શનિની મહાયુતિ તુલા રાશિના જાતકો માટે શુભ પરિણામો લઈને આવશે. આ રાશિના જાતકો માટે પ્રગતિના નવા નવા દ્વાર ખુલી રહ્યા છે. કુંવારા લોકો માટે સારા સારા માંગા આવી શકે છે. બિઝનેસમાં પણ મનચાહ્યો લાભ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે.
મકરઃ
મકર રાશિના જાતકો માટે શુક્ર અને શનિની યુતિ સુખ-સમૃદ્ધિ લઈને આવશે. દરેક કામમાં સકારાત્મક પરિણામો મળતાં મનની ખુશીનો પાર નહીં રહે. અટકી પડેલાં કામ પૂરા થશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. પરિવારમાં હસી ખુશીનો માહોલ રહેશે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (22-11-24): વૃષભ, સિંહ અને તુલા રાશિના જાતકોના તમામ લક્ષ્ય થશે આજે પૂરા, જાણો શું છે બાકીની રાશિના હાલ…
કુંભઃ
કુંભ રાશિમાં જ શનિ અને શુક્રની મહાયુતિ થઈ રહી છે જેથી આ રાશિના લોકોને એનો વિશેષ લાભ મળશે. આર્થિક સ્થિતિ સુધરશે. નવો બિઝનેસ શરૂ કરવાના યોગ બની રહ્યા છે. જૂની બીમારીથી છુટકારો મળશે. જો આર્થિક સમસ્યા સતાવી રહી હશે તો તેમાંથી પણ છુટકારો મળી રહ્યો છે.