ગુરુનું આર્દ્રા નક્ષત્રમાં થશે ગોચર, ત્રણ રાશિના જાતકોના ઉઘડી જશે ભાગ્ય…

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જુલાઈ મહિનાનો ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે, કારણ કે આ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે. આવું જ એક નક્ષત્ર પરિવર્તન 24 કલાક બાદ થઈ રહ્યું છે.
આવતીકાલે એટલે કે 13મી જુલાઈના સંપત્તિ અને સમૃદ્ધિના કારક ગુરુ, આર્દ્રા નક્ષત્રના બીજા તબક્કામાં પ્રવેશી રહ્યો છે. ગુરુ આવતીકાલે સવારે 7.39 કલાકે આર્દ્રા નક્ષત્રના બીજા તબક્કામાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ગુરુની આ નક્ષત્ર પરિવર્તન કેટલીક રાશિના જાતકોને પારાવાર લાભ પહોંચાડી રહ્યો છે, ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
ધનઃ

ધન રાશિના જાતકો માટે ગુરુનું આ નક્ષત્ર પરિવર્તન લાભદાયી રહેશે. આ સમયે પરિણીત જાતતકોના જીવનમાં ખુશહાલીનું આગમન થશે. પાર્ટનરશિપમાં કોઈ કામ કરશો તો તેમા સફળતા મળી રહી છે. વિદેશયાત્રા કે ઉચ્ચ શિક્ષણ લેવાની તમારી ઈચ્છા પણ પૂરી થઈ રહી છે. ધન ગુરુ રાશિના સ્વામી છે.
મિથુનઃ

મિથુન આર્દ્રા નક્ષત્રની મૂળ રાશિ છે અને એટલે જ આ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આ સમયે કારકિર્દીને લઈને નવી નવી શક્યતાઓ સામે આવશે. બિઝનેસમાં વિસ્તરણની શક્યતાઓ વધી રહી છે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.
મેષઃ

મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેવાનો છે. આ સમયે તમાર સાહસ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ લઈને આવે છે. ભાઈ-બહેનનો સંપૂર્ણ સાથ-સહકાર મળે છે. મીડિયા, લેખન કે કમ્યુનિકેશન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ફાયદાકારક સાબિત થશે.