આ રાશિના જાતકો માટે નવું વર્ષ રહેશે લાભદાયી, થશે લખલૂટ ધનલાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

હિંદુ નવા વર્ષને વિક્રમ સંવતના નામથી પણ ઓળખવામાં આવે છે. હિંદુ પંચાગ અનુસાર આ વખતે વિક્રમ સંવતની શરૂઆત ચૈત્ર નવરાત્રિ પર એટલે કે 30મી માર્ચ, 2025ના થવા જઈ રહી છે. વિક્રમ સંવતને સિદ્ધાર્થ સંવતના નામે પણ ઓળખવામાં આવે છે. આ વખતે વિક્રમ સંવતને રાજા અને મંત્રી સૂર્યદેવ છે અને સંવત લગ્નની વાત કરીએ તો સિંહ લગ્ન થશે. આ સાથે સાથે જ આ દિવસે સૂર્ય અને ચંદ્રમાં મીન રાશિમાં એક સાથે બિરાજમાન થશે.
આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રિથી ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય, બની રહ્યો છે આ દુર્લભ યોગ…
આ વખતનું વિક્રમ સંવત ખૂબ જ ખાસ રહેવાનું છે, કારણ કે 100 વર્ષ બાદ આ દિવસે જ પાંચ ગ્રહોની યુતિ પણ થવા જઈ રહી છે. આ દિવસે ચંદ્રમા, શનિ, બુધ, સૂર્ય અને રાહુ મીન રાશિમાં બિરાજમાન રહેશે, જેને કારણે બુધાદિત્ય યોગ અને માલવ્ય રાજયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ શુભ સંયોગને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથે મળવાની સાથે સાથે જ તેમના પર મા લક્ષ્મીની કૃપા પણ વરસશે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
આ પણ વાંચો: આજનું રાશિફળ (19-03-25): મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજે બુધવારનો દિવસ? જાણી લો એક ક્લિક પર…
મિથુન રાશિના જાતકો માટે હિંદુ નવવર્ષ 2025 ખૂબ જ ખાસ રહેવાનો છે. પ્રોફેશનલ અને પર્સનલ બંને લાઈફમાં સફળતા મળશે. નોકરી બદલવાનું વિચારી રહેલાં લોકો માટે પણ આ સમયગાળો સારો રહેશે. સહકર્મચારીઓનો સાથ-સહકાર મળી રહ્યો છે. આર્થિક સ્થિતિ પણ સુધરી રહી છે. બિઝનેસ કરી રહેલાં લોકોને ખુબ જ વધારે નફો થઈ રહ્યો છે.
કન્યા રાશિના જાતકો માટે આ નવું વર્ષ ખૂબ જ લાભદાયી રહેવાનું છે. આકસ્મિક ધનલાભ થવાની શક્યતા છે. કરિયરમાં નવી નવી સફળતા મળી રહી છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. રોકાણ કરવા માટે પણ સારો સમય છે. સંબંધોમાં મજબૂતી આવશે. પૈસા બચાવવા માટે પણ સારો રહેશે.
મકર રાશિના જાતકો માટે 20મી માર્ચથી શરૂ થઈ રહેલું આ નવું વર્ષ શુભ રહેવાનું છે. આ રાશિના જાતકોનો સારો સમય શરૂ થઈ રહ્યો છે. પ્રમોશન થવાના યોગ બની રહ્યા છે. સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.પગાર વધારો થવાની શક્યતા છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. કોઈ જગ્યાએ રોકારણ કરવા માટે સારો સમય છે.