આગામી 100 દિવસ સુધી આ રાશિના જાતકો માટે Golden Period, અત્યારે જ જોઈ લો…
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહને અલગ અલગ દરજ્જો આપવામાં આવ્યો છે અને ગુરુ ગ્રહને દેવગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરુને જ્યોતિષશાસ્ત્રમાં શુભ ગ્રહ માનવામાં આવે છે અને એને સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને યશ આપે છે. ગઈકાલે એટલે કે 20મી ઓગસ્ટ, 2024ના ગુરુ નક્ષત્ર પરિવર્તન કરીને મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશી ચૂક્યા છે. આગામી 100 દિવસ સુધી એટલે કે 27મી નવેમ્બર સુધી ગુરુ આ જ નક્ષત્રમાં બિરાજમાન રહેશે અને ત્યાર બાદ 28મી નવેમ્બરના તેઓ રોહિણી નક્ષત્રમાં ગોચર કરશે. મૃગશિરા નક્ષત્રના સ્વામી મંગળ છે, જોકે, મંગળ અને ગુરુ વચ્ચે મિત્રતાનો ભાવ છે એટલે ગુરુનું મંગળના નક્ષત્રમાં પ્રવેશ 3 રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે. આ રાશિના જાતકોને ખૂબ પૈસા, પદોન્નતિ, પ્રગતિ અને સુખની પ્રાપ્તિ થાય છે.
મેષઃ મેષ રાશિના સ્વામી મંગળ છે અને એને કારણે ગુરુનું મંગળના નક્ષત્રમાં થયેલો પ્રવેશ આ રાશિના જાતકોના લાભ કરાવી રહ્યો છે. લાંબા સમયથી જેની ઈચ્છા રાખી રહ્યા હતા એ કામ પૂરા થઈ રહ્યા છે. આર્થિક લાભ વગેરે થઈ રહ્યો છે. બેરોજગાર લોકોને રોજગાર વગેરે મળી શકે છે.
વૃષભઃ વૃષભ રાશિના જાતકો માટે ગુરુનું આ નક્ષત્ર ગોચર ખૂબ જ શુભ સાબિત થવાનું છે. આ રાશિના જાતકોને કરિયરમાં પ્રગતિ મળશે. તમારા પ્રદર્શનથી સિનીયર્સ પ્રસન્ન રહેશે. પ્રમોશન વગેરે મળી શકે છે. નવી નોકરી મળી શકે છે. વેપારમાં સારો એવો નફો થઈ રહ્યો છે. લગ્ન વગેરે નક્કી થઈ શકે છે.
કન્યાઃ કન્યા રાશિના જાતકો માટે આ મૃગશિરા નક્ષત્રમાં ગુરુનું થઈ રહેલું ગોચર લાભદાયી થવાનો છે. ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થઈ રહી છે. દાંપત્યજીવનમાં પણ ખુશહાલી આવશે. કોઈ સ્પર્ધાત્ક પરિક્ષામાં સફળતા મળી રહી છે. લાંબા સમયથી જો કોઈ કામ અટકી પડ્યા હશે તો તે પણ પૂરા થઈ રહ્યા છે. આવકમાં વૃદ્ધિ થશે.