નવા વર્ષની શરૂઆતમાં જ બુધનું ડબલ ગોચર, આ રાશિના જાતકોએ કરાવશે ડબલ ધમાલ…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ખાસિયત વિશે ખૂબ જ વિસ્તારથી જણાવવા આવ્યું છે અને એ અનુસાર બુધને ગ્રહોના રાજકુમાર કહેવામાં આવે છે અને તેમનો સંબંધ બુદ્ધિ, વાણી, સંવાદ, વેપાર, મિત્રતા, ધન અને તર્કશક્તિ હોવાનું કહેવાય છે. આવા આ બુદ્ધિ અને વાણીના દેવતા બુધ જ્યારે પણ રાશિ કે નક્ષત્ર પરિવર્તન કરે છે ત્યારે તેની અસર તમામ રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. છે 2025ની શરૂઆતમાં જ બુધ બે વખત રાશિ પરિવર્તન કરશે, જેની 12 12 રાશિ પર અસર જોવા મળશે, પણ કેટલીક એવી રાશિઓ છે જેના પર આ ડબલ ગોચરની વિશેષ અસર જોવા મળશે.
આ પણ વાંચો: આજનું રાશિફળ (26-12-24): ત્રણ રાશિના જાતકોના માન-સન્માનમાં થશે વૃદ્ધિ, જાણો શું છે બાકીની રાશિના હાલ
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર બુધ ગ્રહ ચોથી જાન્યુઆરીના વૃશ્ચિક રાશિમાંથી નીકળી ધન રાશિમાં પ્રવેશ કરશે અને ધન રાશિના સ્વામી ગુરુ છે. આ ગોચરના 20 દિવસ વાત એટલે કે 24મી જાન્યુઆરી, 2025ના રોજ બુધ ગ્રહ ધન રાશિમાંથી નીકળી મકર રાશિમાં ગોચર કરશે. એક જ મહિનામાં થયો રહેલા બુધના આ ડબલ ગોચરની પાંચ રાશિના જાતકો પર ખાસ અસર જોવા મળશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે જ આર્થિક દ્રષ્ટિએ પણ લાભ થશે. ચાલો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
વૃષભ રાશિના જાતકો માટે નવા વર્ષની શરૂઆતમાં જ થઈ રહેલી બુધનું ડબલ ગોચર આર્થિક લાભ કરાવશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. કોઈ ઠેકાણે કરેલા રોકાણથી લાભ થશે. બિઝનેસ રિલેટેડ બાબતોમાં નવી નવી યોજનાઓ બનાવશો જે સફળ રહેશે. પાર્ટનરશિપ માટે આ સમય એકદમ અનૂકુળ છે. પરિવારના સભ્યો સાથેના સંબંધો સુધરશે. કોઈ જૂના વિવાદનો ઉકેલ આવશે.
આ રાશિનો સ્વામી બુધ છે અને જાન્યુઆરી મહિનામાં બુધના રાશિ પરિવર્તનથી મિથુન રાશિના વિદ્યાર્થીઓ માટે સારો સમય શરૂ થશે. નવી વસ્તુઓ શીખવાની ક્ષમતા વધશે. વાણી પ્રભાવશાળી બનશે. બુધનું ગોચર યાત્રાના યોગ બનાવશે. વેપાર, શિક્ષણ સંબંધિત યાત્રા લાભકારી સિદ્ધ થશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.
કન્યા રાશિના જાતકો માટે બુધનું આ ડબલ ગોચર કરિયરમાં સફળતા અને નામના લઈને આવશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે. જીવનશૈલીમાં સુધારો આવશે. આકસ્મિક ધન લાભ થઈ શકે છે, જેને કારણે આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ વધારે મજબૂત બનશે.
બુધનું ડબલ ગોચર તુલા રાશિ માટે પ્રેમ સંબંધ અને પારિવારિક જીવનમાં સકારાત્મકતા લાવશે. પરિવાર સાથેના સંબંધો સુધરશે. કળા, લેખન અને ડિઝાઇનિંગ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ ખૂબ જ અનુકૂળ અને સારો સમય છે. નવા સંપર્કો માટે અનુકૂળ સમય છે. પાર્ટનરશિપમાં બિઝનેસ કરી અહેલા લોકોને આ સમયે લાભ થશે.
મકર રાશિના જાતકો માટે બુધનું ડબલ ગોચર કરિયરને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ સમયે કરેલી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ઉચ્ચ અધિકારીઓ સરાહના કરશે. દેવું ચુકવાશે. આવક વધવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. કામના સ્થળ પર મહત્વ મળશે. બુધના પ્રભાવને કારણે લોકો સમક્ષ પોતાની વાત ખૂબ જ અસરકારક રીતે રજૂ કરશે.