Devshayani Ekadashi 2024 : ક્યારે છે દેવપોઢી એકાદશી ? ક્યારે રાખશો વ્રત અને ક્યારે થશે પારણા ….
હિંદુ ધર્મમાં એકાદશીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. વર્ષ દરમિયાન આવતી તમામ એકાદશીના ઉપવાસનું પણ ખૂબ જ મહત્વનું રહેલું છે. તેમાં પણ દેવપોઢી એકાદશી અને દેવઉઠી એકાદશીનું વિશેષ માહાત્મ્ય રહેલું છે. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે.
અષાઢ મહિનાની સુદ એકાદશીના રોજ ભગવાન વિષ્ણુ સમગ્ર સૃષ્ટિનું સંચાલન ભગવાન શીવને સોંપીને યોગ નિંદ્રામાં જતાં રહે છે અને ત્યારથી જ ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ બાદ છેક કારતક મહિનાની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ પોતાની યોગનિંદ્રામાંથી જાગે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના અને વ્રત કરવાનું વિધાન છે, સાથે જ આ દિવસે માં લક્ષ્મીની પૂજા કરવાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.
વૈદિક પંચાંગ અનુસાર અષાઢ મહિનાની સુદ એકાદશીને પવિત્ર પર્વ દેવપોઢી એકાદશી માનવામાં આવે છે. આ વર્ષે 16 જુલાઇના રોજ સાંજે ૮ વાગીને ૩૩ મિનિટના રોજ શરૂ થઈ રહી છે, જે 17 જુલાઇના રોજ સાંજે 9 વાગીને 2 મિનિટે પૂર્ણ થશે. હિંદુ ધર્મમાં મોટાભાગની તિથીનું ઉજવણી સૂર્યોદય પછી જ કરવામાં આવતી હોવાથી દેવપોઢી એકાદશીનું વ્રત 17 જુલાઇના રોજ રાખવામાં આવશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધ યોગ જેવા વિશેષ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે.
તુલસીની પૂજાનું વિશેષ મહત્વ:
દેવપોઢી એકાદશીના દિવસે તુલસીની પૂજા કરવાની વિશેષ મહત્વ રહેલું છે. એકાદશીના દિવસે તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ કારણ કે એકાદશીના દિવસે તે નિર્જળા એકાદશીનું વ્રત કરે છે. જો કે આ આજના દિવસે તુલસીને કંકુ, ફૂલ, માળા અર્પણ કરી શકાય છે. આજના દિવસે તુલસીને લાલ ચુંદડી અને સોળ શણગાર ચડાવવાનું મહત્વ રહેલું છે.
પારણા ક્યારે ?
એકાદશીના વ્રતના આગળના દિવસે સૂર્યોદય પહેલા પારણા કરવામાં આવે છે. જ્યોતિષીઓના મતે પારણા બારશની તિથી પૂર્વે થઈ જવા જોઈએ. કારણ કે બારશના આરોજ પારણા કરી શકાતા નથી. જો કે ગુરુવારે ગુરુ પ્રદોષ વ્રત તિથી પર સૂર્યોદય બાદ સવારે 5 વાગીને 35 મિનિટથી લઈને 8 વાગીને 20 મિનિટ સુધીમાં વ્રત ખોલી શકાય છે.