રાશિફળ

આજનું રાશિફળ (14-01-25): મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે મકર સંક્રાંતિનો દિવસ? જાણી લો એક ક્લિક પર…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના દ્વાર ખોલનારો રહેશે. આજે તમે સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શશે. સમાજસેવાના કાર્ય સાથે સંકળાયેલા લોકોના માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. આજે બિઝનેસ કરી રહેલાં જાતકોને આજે કોઈ વ્યક્તિ દ્વારા મોટો આર્થિક લાભ થવાની તક મળશે. ઘરમાં કોઈ પ્રસંગ હોવાથી શેડ્યૂલમાં થોડો ફેરફાર થઈ શકે છે. સંબંધોમાં રહેલી ગેરસમજ દૂર થશે અને સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરી શકે છે. સંતાનને કોઈ જવાબદારી સોંપશો તો તે જવાબદારીને સારી રીતે પૂરી કરશે.

આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે બિઝનેસ કરી રહેલાં જાતકોએ બિઝનેસમાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી હિતાવહ છે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ચાલુ રાખવાનો સમય છે, ટૂંક સમયમાં સારા પરિણામ મળશે. જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. પારિવારિક સંબંધોમાં સુધારા સાથે ઘરનું વાતાવરણ ખુશનુમા બનશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને તમે હસી-મજાકમાં સમય પસાર કરશો. આર્થિક લાભ થવાના યોગ બની રહ્યા છે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ તેમના પક્ષમાં જ રહેશે. આજે તમને એક પછી એક સફળતા મળી રહી છે. તમે તમારી રીતે દિવસ પસાર કરવાનો પ્રયત્ન કરશો અને કામમાં મન લાગશે. બિઝનેસમેન માટે મહત્વની મીટિંગ્સ સફળ રહેશે જે વ્યાપારમાં વૃદ્ધિ લાવશે. મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન બની શકે છે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કામના સ્થળે ઉપરી અધિકારીનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે તમે કોઈ જગ્યાએ પૈસા રોકવાની યોજના બનાવશો, જેનાથી ભવિષ્યમાં લાભ થઈ રહ્યો છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.

કર્ક રાશિના જાતકો માટે આજે મકરસંક્રાંતિનો દિવસ હસી-ખુશીથી ભરપૂર રહેવાનો છે. નોકરી કરી રહેલાં જાતકોને આજે નોકરીમાં આગળ વધવાની ઉત્તમ તકો મળશે અને આવકમાં વધારો થશે. આજે તમે સાથે સમય વિતાવવાથી મન પ્રસન્ન રહેશે. નાણાકીય બાબતોમાં બીજા પર વધુ પડતો ભરોસો ન રાખવો. જીવનસાથી સાથે ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે. વાહન ચલાવતી વખતે આજે તમારે ખાસ સાવધાની રાખવી પડશે, નહીં તો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા કોઈ અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લઈને આવી રહ્યો છે. આજે તમને કોઈ મૂંઝવણ સતાવી રહી હશે તો તેમાંથી પણ મુક્તિ મળશે. ઘરમાં ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન થઈ શકે છે. તમે તમારા જીવનને બહેતર બનાવવા માટે કેટલાક સકારાત્મક ફેરફારો કરશો. જૂની યોજનાઓ પર ફરીથી કામ શરૂ કરવામાં મિત્રોની મદદ મળશે. દામ્પત્ય જીવન સુખદ રહેશે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થશે, જેને કારણે તમને લાભ થશે.

આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે અન્ય દિવસની સરખામણીએ ઉત્તમ સાબિત થવાનો છે. લાંબા સમયથી જો તમારા કોઈ કામ અટકી પડ્યા હશે તો આજે તમે એ કામ પૂરા કરવા પર ધ્યાન આપશો. નોકરી કરી રહેલાં જાતકો આજે કામના સ્થળે કોઈ કામ બાબતે ગંભીર વિચાર-વિમર્શ થઈ શકે છે. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા જાતકો માટે પ્રમોશનની શક્યતા છે. સર્જનાત્મક કાર્યો અને પેઈન્ટિંગમાં મન લાગશે. સંતાન તરફથી આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જીવનસાથી સાથે આજે તમે હસી-ખુશી સમય પસાર કરશો. ઘરે મહેમાનોનું આગમન થશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયક રહેવાનો છે. આજે બિઝનેસ કરી રહેલાં જાતકોને બિઝનેસમાં સારો એવો ધનલાભ થઈ રહ્યો છે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમારી ભૌતિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થઈ રહી છે. રાજકીય ક્ષેત્રે જોડાયેલા લોકોને મોટો ફાયદો થઈ શકે છે. લેખકો માટે નવી વાર્તા લખવાનો ઉત્તમ સમય છે. માતા-પિતા સાથે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાથી માનસિક શાંતિ મળશે. ઘરમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે અને મહેમાનોની અવર જવર રહેશે. જીવનસાથી સાથે તમે શોપિંગ પર વગેરે જવાનું પ્લાનિંગ કરશો.

વૃશ્ચિક રાશિના જાતકો માટે નવા કામની શરૂઆત કરતાં પહેલા તેની પૂરી જાણકારી મેળવી લેવી વધારે સારું રહેશે. આજે તમારા જીવનમાં નવી જવાબદારીઓ આવશે, જે તમે સારી રીતે નિભાવી શકશો. તમારી મહેનત જોઈને અન્ય લોકો પણ પ્રેરિત થશે. તળેલું ખાવાનું ટાળવું જેથી સ્વાસ્થ્ય જળવાય. કોઈના પર આંખ મીંચીને ભરોસો ન કરવાનું ટાળો, નહીં તો નુકસાન થવાની શક્યતા છે. આજે તમારે વિના કારણ ગુસ્સો કરવાથી બચવું જોઈએ. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે તમારે નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. વિદેશ જવા માંગતા વિદ્યાર્થીની ઈચ્છા આજે પૂરી થઈ રહી છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ શ્રેષ્ઠ રહેવાનો છે. આજે ધન લાભની અનેક તકો મળશે. મિત્રની બર્થ-ડે પાર્ટીમાં જવાનો મોકો મળશે. નવી સ્કિલ શીખવાથી ભવિષ્યમાં ફાયદો થશે. મહિલાઓ પોતાના રસ મુજબ કોઈ નવા વ્યવસાય કે કામની શરૂઆત કરી શકે છે. સંતાન તમારી પાસેથી આજે કોઈ વસ્તુ માંગશે અને તમે એની એ માગણી પૂરી પણ કરશો. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે. કામની વ્યસ્તતા વચ્ચે પણ આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે તમે કામમાં મન પરોવશો તો તમને સારા પરિણામો મળી રહ્યો છે. જીવનસાથી સાથે શોપિંગ કે રેસ્ટોરન્ટમાં જવાનો પ્લાન બનશે. જવાબદારીઓની અવગણના ન કરવી, તેનાથી તમારી ઈમેજ સુધરશે. ઓફિસનું કામ સમયસર પૂરું થશે. સ્વાસ્થ્ય બાબતે સજાગ રહેવું. બિઝનેસ માટે આજે તમારે કોઈ જગ્યાએ પ્રવાસ પર જવું પડી શકે છે. આજે તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઈ રહી છે. આજે તમારે તમારા આસપાસમાં ચાલી રહ્યા વાદ-વિવાદમાં પડવાથી બચવું જોઈએ, નહીં તો તમારી મુશ્કેલી વધી શકે છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ બાકીના દિવસની સરખામણીએ થોડો વધારે સારો રહેશે. બિઝનેસ કરી રહેલાં જાતકોના આજે કોઈ અટકી પડેલાં વેપારી મામલાઓ કોઈની મદદથી ઉકેલાશે. દામ્પત્ય જીવનમાં મધુરતા રહેશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત ભવિષ્યમાં ફાયદો કરાવશે. લાંબા સમય પછી જૂના મિત્રને મળવાથી ખુશી થશે. આજે તમે મિત્રો કે પરિવારના સભ્યો સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. જીવનસાથી આજે તમારી પાસે કોઈ વસ્તુની માગણી કરશે, અને તમે એની એ માગણી ચોક્કસ પૂરી કરશો. મોસાળ તરફથી આજે તમને લાભ થઈ રહ્યો છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ક્રિયેટિવ કામ કરીને નામ કમાવવાનો રહેશે. સામાજિક કાર્યોમાં યોગદાન આપશો, જેનાથી માન-સન્માન વધશે. ઘરના સુશોભન પાછળ સમય ફાળવશો. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકો નવો પ્રોજેક્ટ લોન્ચ કરી શકે છે. દૈનિક જીવનમાં કરેલા ફેરફારો લાંબા ગાળે ફાયદો કરાવશે. કામ અર્થે બીજા શહેરની યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. વાણી અને વર્તન પર તમારે આજે ખાસ નિયંત્રણ રાખવું પડશે, નહીં તો તારા સંબંધો વણસી શકે છે. આજે દૂર રહેતાં કોઈ સંબંધીની યાદ સતાવી શકે છે અને તમે એને મળવા જઈ શકો છો.

આ પણ વાંચો : 46 મહિના બાદ બનશે મકર રાશિમાં ખાસ રાજયોગ, ત્રણ રાશિના જાતકો નોટ ગણતા ગણતાં થાકી જશે, પછી કહેતાં નહીં કે…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button