બસ ગણતરીના કલાક અને પૈસાના ઢગલાંમાં રમશે આ રાશિના જાતકોને, જોઈ લો તમારી રાશિ પણ છે ને?? | મુંબઈ સમાચાર
રાશિફળ

બસ ગણતરીના કલાક અને પૈસાના ઢગલાંમાં રમશે આ રાશિના જાતકોને, જોઈ લો તમારી રાશિ પણ છે ને??

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ વર્ષની દિવાળી ખૂબ જ લાભદાયી અને મહત્વની રહી, કારણ કે આ જ વર્ષે એક સાથે અનેક મહત્વના યોગોનું નિર્માણ થતાં અમુક રાશિના જાતકોની દિવાળી સુધરી ગઈ હતી. આજે એટલે કે 22મી ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યે દુર્લભ યોગ બની રહ્યો છે, જેને કારણે અમુક રાશિના જાતકો પૈસામાં આળોટશે.

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્ય અનુસાર આજે સાંજે 6.55 કલાકે મંગળ અને શુક્ર બંને એકબીજાથી 40 ડિગ્રી પર આવશે, જેને કારણે ચાલીસા યોગનું નિર્માણ થશે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે.

જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર દિવાળીના બીજા દિવસે આ યોગનું નિર્માણ થવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગના નિર્માણથી કેટલીક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે, આ રાશિના જાતકોને અપરંપાર ધનલાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…


મેષ રાશિના જાતકો માટે આ ચાલીસા યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમયે આ રાશિના જાતકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળશે. બિઝનેસમાં પણ સફળતા મળશે. આ સમયે અટકી પડેલા પૈસા પાછા મળી શકે છે, ધનલાભ થઈ શકે છે. સંબંધોમાં પણ સુધારો આવી રહ્યો છે. કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. નોકરી કરી રહેલાં લોકોને પણ આ સમયે પ્રમોશન વગેરે મળી શકે છે.


સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો આત્મવિશ્વાસમાં વૃદ્ધિ તેમ જ નિર્ણયક્ષમતામાં વધારો લઈને આવશે. નાણાંકીય સ્થિતિમાં સુધારો જોવા મળશે. નવું કામ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. જીવનસાથી સાથેના સંબંધો સુધારો આવશે. ભાગ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખુબ જ સારો રહેશે.

Good days will begin for people of this zodiac sign from today, they will be surrounded by heaps of wealth...
ધન રાશિના જાતકો માટે આ સમયગાળો અત્યંત શુભ ફળદાયી રહેવાનો છે. અટકી પડેલા કામ પૂરા થશે. આવકના નવા નવા સ્ત્રોત ઊભા થશે. ટ્રાન્સફર થતાં આ સમયે મુસાફરી કરવી પડી શકે છે. માનસિક શાંતિ જળવાઈ રહેશે. રોકાણ માટે આ સમય સારો રહેશે. જીવનમાં સકારાત્મકતાનું આગમન થશે. તમારી મહેનત તમને નવી ઓળખ અપાવશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button