500 વર્ષ બાદ રચાશે આ દુર્લભ સંયોગ, ત્રણ રાશિના જાતકોને થશે લાભ જ લાભ…

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ ગોચર કરે છે, વક્રી થાય છે કે માર્ગી થાય છે તો એની રાશિના જાતકો પર સારી કે માઠી અસર જોવા મળે છે.
ચાલી રહેલો નવેમ્બર મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેશે, કારણ કે અનેક મહત્ત્વના ગ્રહોએ ચાલ બદલી છે. નવેમ્બર મહિનાના અંતમાં ગ્રહોના રાજકુમાર બુધ અને ન્યાયના દેવતા શનિ માર્ગી થઈ રહ્યા છે. બંને ગ્રહોના વક્રી થવાને કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થશે.
મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 28મી નવેમ્બરના શિ મીન રાશિમાં માર્ગી થશે અને એના બીજા દિવસે એટલે કે 29મી નવેમ્બરના ગ્રહોના રાજકુમાર બુધ વૃશ્ચિક રાશિમાં માર્ગી થશે.
શનિ અને બુધની યુતિ 500 વર્ષ બાદ થઈ રહી છે. બુધ માર્ગી થઈને બુદ્ધિ, બિઝનેસ, વાટાઘાટો, કમ્યુનિકેશન અને ડિસીઝન મેકિંગ સ્કીલને શાર્પ બનાવે છે. જ્યારે શનિ માર્ગી થઈને સ્થિરતા, લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થાય છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…
મિથુનઃ.

મિથુન રાશિમના જાતકો માટે બુધ અને શનિનું માર્ગી થવું અટકી પડેલાં કામ પૂરા કરવાનો રહેશે. લાંબા સમયથી અટકી પડેલી તમારી યોજનાઓ પણ આ સમયે વેગ પકડશે. આર્થિક દ્રષ્ટિએ પણ આ સમય અનુકૂળ રહેવાનો છે. બિઝનેસમેનની કોઈ ડીલ ફાઈનલ થઈ રહી છે. પરિવારમાં કોઈ વિખવાદ ચાલી રહ્યો હશે તો તેનો ઉકેલ આવશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. માનસિક તાણ ઘટશે. જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.
મકરઃ

મકર રાશિના જાતકો માટે આ સમય કારકિર્દી માટે સારો રહેશે. આ સમયગાળો આ રાશિના જાતકો માટે શુભ રહેશે. નવા પ્રોજેક્ટ મળશે. લાંબા સમયથી સંપર્ક કરવાનું વિચારી રહ્યા છો, એવા લોકો સાથે વાતચીત થશે. નેટરવર્કિંગ આ રાશિના જાતકો માટે સારો રહેશે. આર્થિક દ્રષ્ટિએ સમયગાળો અનુકૂળ છે. સમજદારીપૂર્વક રોકાણ કરશો. પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.
કુંભઃ

કુંભ રાશિના જાતકો માટે બુધ અને શનિ માર્ગી થતાં જ એટકી પડેલાં પ્રોજેક્ટ્સ ઝડપથી પૂરા થશે. કારકિર્દીની દ્રષ્ટિએ આ સમય અનુકૂળ રહેશે. જમીન, પ્રોપર્ટી કે વાહન ખરીદવા માટે અનુકૂળ સમય છે. તમારા કોઈ જૂના વિખવાદનો અંત આવશે. માનસિક શાંતિનો અહેસાસ થશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતાં પણ સુધરશે. કામના સ્થળે ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે અને તમારી પ્રગતિ થશે.


