24 કલાક બાદ ગ્રહોના રાજકુમાર બુધ કરશે મંગળના નક્ષત્રમાં ગોચર, પાંચ રાશિના જાતકોનું ઉઘડી જશે ભાગ્ય…

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના સેનાપતિ મંગળના નક્ષત્રમાં બુદ્ધિના દેવતા બુધનું આગમન એક અત્યંત શક્તિશાળી સંયોગ માનવામાં આવે છે. 31 જાન્યુઆરી 2026 ના રોજ વહેલી સવારે બુધ ગ્રહ મકર રાશિમાં રહીને ઘનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. મંગળના સ્વામિત્વવાળા આ નક્ષત્રમાં બુધનું ગોચર અનેક રાશિના જાતકો માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે.
ગ્રહોના રાજકુમાર બુધના આ નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે. મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 24 કલાક બાદ એટલે કે 31મી જાન્યુઆરીના સવારે 3:27 કલાકે બુધ ઘનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. મકર રાશિની શિસ્ત અને મંગળની ઊર્જાનો બુધની બુદ્ધિ સાથેનો આ મેળાપ ટેકનિકલ, મેનેજમેન્ટ અને બિઝનેસ ક્ષેત્રના લોકો માટે વરદાન સાબિત થશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષઃ

મેષ રાશિના જાતકો માટે બુધનું આ ગોચર દસમા ભાવ એટલે કે કર્મ સ્થાનને પ્રભાવિત કરશે. ઓફિસમાં તમારી કાર્યક્ષમતાની પ્રશંસા થશે અને નવી જવાબદારીઓ સોંપવામાં આવશે. વેપારીઓને નવા કોન્ટ્રાક્ટ મળી શકે છે. મંગળના નક્ષત્રનો પ્રભાવ તમારી મહેનતને સફળતામાં ફેરવશે.
વૃષભઃ

વૃષભ રાશિના જાતકોને આ સમયે ભાગ્યનો સાથ મળી રહ્યો છે. આ સમયે તમારા અટકી પડેલાં કાર્યોને હવે ગતિ મળશે. વિદ્યાર્થીઓ અને કાયદાકીય ગૂંચવણોમાં ફસાયેલા લોકો માટે સકારાત્મક સમાચાર આવશે. વિદેશી વેપાર કે પીઆર સંબંધિત કામગીરીમાં સફળતા મળવાના યોગ છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે.
મિથુનઃ

ગ્રહોના રાજકુમાર બુધ મિથુન રાશિના જ સ્વામી છે, જેને કારણે આ રાશિના જાતકો માટે આ પરિવર્તન તમારા માટે વિશેષ ફળદાયી રહેશે. શેરબજાર અને ઈન્વેસ્ટમેન્ટમાં સમજી-વિચારીને કરેલા કામથી મોટું રિટર્ન મળી શકે છે. તમે માનસિક રીતે વધુ સજ્જ અને મજબૂત અનુભવશો, જેનાથી નિર્ણયો લેવામાં સરળતા રહેશે.
કન્યાઃ

કન્યા રાશિના જાતકોની બુદ્ધિ પ્રતિભા આ સમયગાળા દરમિયાન એકદમ ખીલી ઉઠશે. અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને ધાર્યું પરિણામ મેળવશો. નોકરી કરી રહેલાં જાતકો માટે આ સમયે તમારું પરફોર્મન્સ સિનિયર્સની નજરમાં આવશે, જે ભવિષ્યમાં પ્રમોશનનો માર્ગ મોકળો કરશે. જીવનસાથી સાથે તમે આ સમયે સાથ શોપિંગ પર જવાનું પ્લાનિંગ કરશો.
મકરઃ

મકર રાશિના જાતકો માટે બુધનું આ ગોચર તેમની જ રાશિમાં થઈ રહ્યું હોવાને કારણે સૌથી વધુ લાભ કરાવી રહ્યો છે. આ સમયે કરિયરમાં લાંબા સમયથી જે અસ્થિરતા હતી તે દૂર થશે. બિઝનેસમાં નવી યોજનાઓ બનાવીને કામ કરવાથી મોટો નફો થશે. તમારી મહેનતને સામાજિક ઓળખ મળશે. તમને દરેક કામમાં સફળતા મળી રહી છે.


